સુરત(ગુજરાત): આજકાલ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે સુરત(Surat)ના સરથાણા(Sarthana)માં આવેલા BRTS રોડ પર પરથી યુવકની બાઈક ચોરાઈ જવાનું સામે આવ્યું છે. નાના વરાછા(Varachha) ખાતે રહેતો યુવક તેના પરિવાર સાથે રાત્રિના સમયે ઢોસા ખાવા માટે ગયો હતો. આ દરમિયાન, બાઈક(Bike) સર્વિસ રોડ(Service Road) પર પાર્ક કરી હતી. જોકે, યુવક અડધા પોણા કલાકમાં જ ઢોસા ખાઈને બહાર આવ્યો હતો. પરંતુ, ત્યારે બાઈક ન હોવાથી તેણે તપાસ કરી હતી. જેમાં સીસીટીવી(CCTV)માં બાઈક ચોરાઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના અકોલાળી ગામના વતની અને હાલ સુરતના નાના વરાછામાં યોગેશ્વર રો હાઉસ શ્યામધામ ચોકમાં રહેતા કલ્પેશભાઈ વેલજીભાઈ વડસક એમ્બ્રોઈડરીનો વ્યવસાય કરે છે. તે 30 એપ્રિલે રાત્રે 10:30 વાગ્યા પછી પરિવાર સાથે ઢાબા પર ઢોસા ખાવા ગયો હતો. આ દરમિયાન, કલ્પેશે તેનું બાઇક સર્વિસ રોડ પર પાર્ક કર્યું હતું. જમીને બાહર આવ્યા ત્યારે બાઇક ગાયબ હતું.
View this post on Instagram
જાણવા મળ્યું છે કે, સરથાણા બીઆરટીએસ રોડ પર સેતુબંધ હાઈટસની સામે આવેલા લા-પેપર ઢાબા આગળ કલ્પેશે પોતાનું ડ્રીમ યુગા બાઈક પાર્ક કર્યું હતું. લગભગ અડધા કલાક બાદ કલ્પેશ પરિવાર સાથે નીકળ્યો ત્યારે બાઇક ત્યાં ન હતું. જેથી આસપાસના સીસીટીવી ચેક કરતા બાદ બાઇક વાદળી રંગનો શર્ટ પહેરેલ એક વ્યક્તિ લઇ જતો જોવા મળ્યો હતો.
કલ્પેશે જણાવ્યું કે, સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 2017 મોડલની બાઇકની બંને ચાવી તેની પાસે હોવા છતાં તેણે બાઇક સ્ટાર્ટ કરીને લઇ લીધી હોવાની શંકા છે. જોકે, જાહેર રોડ પર આવેલા ઢાબાની સામે સર્વિસ રોડ પરથી કોઈએ બાઇકની ચોરી કરી હોવાની આશંકા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.