પોલીસવાનની નીચે જીવતો સળગ્યો બાઈક ચાલક, બચાવવાની જગ્યાએ વિડીયો ઉતારતા રહ્યા પોલીસ કર્મીઓ…

હાલ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જેમાં બિહાર (Bihar)ના છપરા-સીવાન હાઈવે(Chhapra-Siwan Highway) પર મંગળવારના રોજ સાંજના સમયે પોલીસ જવાનોને બિહાર લઈ જઈ રહેલી પોલીસવાન…

હાલ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જેમાં બિહાર (Bihar)ના છપરા-સીવાન હાઈવે(Chhapra-Siwan Highway) પર મંગળવારના રોજ સાંજના સમયે પોલીસ જવાનોને બિહાર લઈ જઈ રહેલી પોલીસવાન અને બાઈકની ટક્કર જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કરને કારણે બસની પેટ્રોલની ટાંકીમાં વિસ્ફોટ થયો. જેને પગલે બસમાં આગ(fire) લાગી. આ ઘટનામાં બસની ચપેટમાં આવતા બાઈક સવાર જીવતો સળગ્યો હતો, જયારે 2 લોકોની ટક્કરને કારણે મોત થઈ હતી.

મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટના દેવરિયા ગામ પાસે બની હતી. જ્યાં પોલીસવાન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવક બાઈક સાથે વાનની નીચે ફસાઈ ગયો અને 900 ફૂટ સુધી ઘસડાયો હતો. આ દરમિયાન બસની પેટ્રોલની ટાંકીમાં વિસ્ફોટ થતા આગ લાગી ગઈ હતી. જેને પગલે યુવક જીવતો સળગ્યો હતો. તેમજ અન્ય બે યુવકોના ટક્કર થવાને કારણે મોત નીપજ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પોલીસકર્મીઓ મદદ કરવાની જગ્યાએ વીડિયો બનાવી રહ્યા હતા:
જાણવા મળ્યું છે કે, ગૃહમંત્રી અમિત શાહની બેઠકમાં ફરજ બજાવીને પોલીસકર્મીઓ સિતાબ દિયારાથી પરત ફરી રહ્યા હતા. ત્યારે આ દુર્ઘટના બની હતી. આ દરમિયાન પોલીસકર્મીઓ યુવકની મદદ કરવાને બદલે પોતાનો જીવ બચાવી વાનમાંથી ઉતરી ભાગી ગયા. તેમજ મદદ કરવાની જગ્યાએ તેઓ વીડિયો બનાવી રહ્યા હતા. આ ઘાયલની મદદે કોઈ આવ્યા નહીં.

ત્યારે આ ઘટના સમયે સતેન્દ્ર સિંહ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, અચાનક જોરદાર ધડાકાનો અવાજ આવ્યો. મેં નજીક જઈ જોયું તો યુવક વાન નીચે સળગી રહ્યો હતો. 2 લોકોના મૃતદેહ રસ્તા પર પડ્યા હતા. પોલીસકર્મીઓ વાનમાંથી ઉતરી ભાગી રહ્યા હતા. તેઓ વીડિયો બનાવી રહ્યા હતા, પરંતુ યુવકને બચાવવા પ્રયત્ન કર્યો ન હતો.

આ લોકોની મોત થઈ:
ત્રણેય મૃતકો છપરાથી કામ કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. મૃતકોમાં મગાઈદેહ ગામના 19 વર્ષિય કિશોર માંઝી, કોપા પોલીસ સ્ટેશન વિસ્તારના 20 વર્ષિય સંજય કુમાર અને 17 વર્ષીય કુંદન કુમારનો સમાવેશ થાય છે. સ્થળ પર હાજર ગ્રામજનોએ વળતરની સાથે સરકારી નોકરીની માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *