સુરતના યુવકને ભરખી ગયું બિપોરજોય વાવાઝોડું -ભારે પવન ફૂંકાતા જર્જરિત મકાનની છતનો ભાગ થયો ધરાશાયી

Biparjoy effect in surat: બિપોરજોય વાવાઝોડા નો અસર સુરતમાં પણ જોવા મળી રહી છે.સુરતના શાહપુરથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે.મળતી માહિતી અનુસાર, અહીં એક મકાનની છતનો ભાળ ધરાશાઈ થતા એક યુવકનું મોત થયું છે. માહિતી અનુસાર તૂટેલા મકાનની છતનો(Biparjoy effect in surat) ભાગ ધરાશાઈ થયા પછી તે ભાગ યુવક પર પડતા તેને ગંભીર ઇજા પોહોચી હતી.તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે સુરતની હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત થયું છે.

બિપોરજોય વાવાઝોડાની અસરની વચ્ચે સુરતના શાહપુર વિસ્તારમાં એક દુર્ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ,સુરત શાહપોર વિસ્તારમાં તૂટેલા મકાનની છતનો ભાગ ધરાશાઇ થયો હતો. નોંધનીય છે કે, ભારે પવનને કારણે તૂટેલા મકાનની છતનો ભાગ ધરાશાઇ થતાં રસ્તા પરથી પસાર થતાં વ્યક્તિ પર છતનો ભાગ પડતાં તેને ગંભીર રીતે ઇજા પોહચી હતી.

આ દરમિયાન ગભીર રીતે ઇજાગ્રસ્ત કૃણાલ પ્રવિનચંદ્ર દશેરવાળાને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ તરફ સ્મીમેર હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ કૃણાલ પ્રવિનચંદ્ર દશેરવાળાનું મોત થયું હતું. આ તરફ ઘટનાને લઈ મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. સમગ્ર મામલે લાલગેટ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *