સુરતના આ પરિવારે માતમ વચ્ચે પણ ખીલવી માનવતા, પ્રીતિબહેનના અંગદાનથી ચાર લોકોને મળ્યું નવજીવન

Four people got a new life through organ donation in Surat: ડ્રીમ સિટી, ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે ઓર્ગન ડોનર સીટી તરીકે પણ…

Four people got a new life through organ donation in Surat: ડ્રીમ સિટી, ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે ઓર્ગન ડોનર સીટી તરીકે પણ પ્રખ્યાત થયું છે. દાનવીરોની ભૂમિ તરીકે પ્રખ્યાત થયેલું સુરત શહેરમાં વધુ એક અંગદાન (organ donation Surat) નો ઉમેરો થયો છે. શહેર (Surat) ના ગોડાદરા (Goddara) ની યુવતી બ્રેઈનડેડ (brain dead) થતા યુવતીના બે હાથ, બે કિડની, નાના આંતરડું અને લીવરનું દાન કરી ચાર લોકોને નવજીવન બક્ષ્યું છે.

સુરતના વડોદરા ખાતે રહેતી 24 વર્ષીય પ્રીતિ શુકલા ગત 3 જુલના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ હતી. જ્યાં ચારેક દિવસની સારવાર બાદ મોડી રાત્રે બે વાગ્યે ન્યુરોસર્જન ડોક્ટરે પ્રીતિને બ્રેઈનડેડ જાહેર કરી હતી. પ્રીતિ બહેનના બ્રેઈનડેડ જાહેર થતાં જ પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. એક તરફ માતમ છવાયો હતો, છતાં પરિવારે અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી માનવતા મહેકાવી હતી.

પરિવારની સંમતિ મળતા પ્રીતિ શુકલા ના અંગો સ્વીકારવામાં આવ્યા હતા. ત્યારે આજે બપોરે 1:00 વાગ્યે બે હાથ અને નાનું આંતરડું એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઈની એક હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. સાથે જ લીવર અને બંને કિડની અમદાવાદની અપોલો હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી.

આવી રીતે પ્રીતિ શુકલાના પરિવારે માતમ વચ્ચે પણ અંગદાનનો નિર્ણય કરીને સમાજમાં માનવતાની સુવાસ ફેલાવી હતી. પરિવારે આ અંગદાનથી છ લોકોને નવજીવન આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તમને જણાવી દઈએ કે સ્વ. પ્રીતિ બહેનને સંતાનમાં ત્રણ વર્ષીય પુત્ર પણ છે. આ બાળકે નાની ઉંમરમાં જ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

સુરત શહેરમાં અંગદાનની વાત કરીએ તો, સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે આજરોજ 28 મું અંગદાન થયું હતું. અત્યાર સુધી સુરત શહેર ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું હતું પરંતુ હાલના સમયમાં દેશમાં ઓર્ગન ડોનર સીટી તરીકે પણ સુરત શહેર ઉભરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *