સુરત ભાજપના અગ્રણી યુવા નેતા બીપીન પટેલ ગાયત્રી સતત ત્રીજી વખત બન્યા ZRUCC રેલ્વે કમિટીના મેમ્બર

સુરત(Surat): શહેરને રેલવેની વધુમાં વધુ સારી સુવિધાઓ મળી રહે તે હેતુથી સુરત શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ પ્રદેશ કારોબારી સભ્ય, વોર્ડ નંબર 12 ના પ્રમુખ અને યુવા અગ્રણી બીપીન પટેલ ગાયત્રીને (BIPIN PATEL GAYATRI) સતત ત્રીજી વાર ZRUCC ની કમિટીમાં નિમણૂક કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, બીપીન ગાયત્રી છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય છે અને તેઓ 2011- 2013 ના પશ્ચિમ રેલવેના DRUCC કમિટીમાં સભ્ય તરીકે સક્રિય કામગીરી નિભાવી ચૂક્યા છે અને 2013 થી 16 તેઓ પ્રદેશ મોરચાના કારોબારી સભ્ય તરીકે સંગઠનમાં કામગીરી બજાવી ચૂક્યા છે. જયારે સાથોસાથ ભરૂચ જિલ્લાના પ્રભારી પણ રહ્યા છે.


ભાજપના અગ્રણી યુવા નેતા બીપીન પટેલ ગાયત્રી

વધુમાં વાત કરવામાં આવે તો બીપીનભાઈ પટેલ 2014 થી 19 સુરત ટેલિકોમ એડવાઈઝ કમિટીમાં પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે તેઓની ઉપર વિશ્વાસ મૂકી ZRUCC ની સલાહકાર સમિતિમાં સતત ત્રીજી વખત નિમણૂક કરવાથી કાર્યકરો માં ખુશીનો માહોલ છવાઈ ગયો છે તેઓ હંમેશને માટે યુવાઓને પડખે ઊભા રહ્યા છે ત્યારે તેઓની ફરી વખત ZRUCC ના મેમ્બર તરીકે નિમણૂક થતા સુરત શહેર ભાજપના અગ્રણી કાર્યકર્તા વોર્ડના કાર્યકર્તાઓ શુભેચ્છકો અને સક્રિય સભ્યોએ તેમને શુભેચ્છા પાઠવી છે.

મહત્વનું છે કે, ZRUCC ના ત્રીજી વખત નિયુક્તિ પામવાથી બીપીન ગાયત્રીએ વિશેષ કરીને 24 સુરત લોકસભાના સાંસદ અને ભારત સરકારના રેલવે અને ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશ તેમજ તમામ શુભેચ્છક કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *