PSIની કામગીરીને સલામ- અડધી રાતે પેટ્રોલિંગ દરમિયાન રોડ પર ધરાશાયી થયેલા વૃક્ષને પ્રજાના મિત્ર બની કટિંગ કરી દૂર કર્યું

PSI Rajendra Singh Chudasama Junagadh Police: પોલીસ (Police)ને વાર-તહેવાર જોયા વગર કડકડતી ઠંડી, તડકો હોય કે પછી વરસાદમાં જવાબદારી સોંપવામાં આવે છે અને તેઓ પોતાની જવાબદારી નિભાવે છે અને તેથી પોલીસને પ્રજાનો મિત્ર કહેવામાં આવે છે. ત્યારે ગુજરાત રાજ્યના જુનાગઢ માંથી આવી જ એક ઘટના સામે આવી છે. જુનાગઢના બીલખાના પીએસઆઈ રાજેન્દ્રસિંહ ચુડાસમા (PSI Rajendra Singh Chudasama) એ જુનાગઢ પોલીસ પર સૌને ગર્વ થાય તેવું કાર્ય કયું છે.

ગુજરાત રાજ્યમાં એક તરફ અણધારી આફત એટલે કે બિપરજોય વાવાઝોડાને લઈ સૌ કોઈ ચિંતામાં છે, જયારે બિલખા રોડ પર એક વૃક્ષ પડી ગયું હતું, ત્યારે બિલખા પોલીસ સ્ટાફ તેના વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતો ત્યારે રોડ પર પડેલા આ વૃક્ષને જોતા જ પીએસઆઇ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર બાજુની વાડીના માલિક પાસેથી ધાર્યું મંગાવી આ વૃક્ષને કટીંગ કરવા લાગ્યા હતા.

આ સમયે રસ્તે જતા કોઈ રાહદારીએ પોતાના મોબાઈલમાં આ વીડિયો કેદ કર્યો હતો, હાલ આ વીડિયો સોશ્યલ મીડિયામાં પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો વીડિયો જોઇને કહી રહ્યા છે કે, સમાલ છે જુનાગઢ પોલીસને. આ બાબતને લઈને વાત કરતા બિલખા પીએસઆઈ રાજેન્દ્રસિંહએ જણાવું કે, અમે જ્યારે બિલખાથી મેવાસા રોડ પર પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન આ ઝાડ રસ્તા પર ધરાશાયી થયેલી હાલતમાં જોવા મળ્યું હતું અને આ રસ્તા પર વાહન લઇને આવતા લોકોને રસ્તા પર પડેલા ઝાડની ખબર ન હોય તેથી ઝાડ સાથે અથડાય તો જાનહાનિ થાય અને તેથી આ વૃક્ષને કટીંગ કરી રસ્તો ખુલ્લો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *