કોરોના વાયરસનું જોખમ હજી ટળ્યું નથી અને આ દરમિયાન બીજી બીમારી આવતા લોકોની ચિંતા વધી ગઈ છે. ભારતમાં બર્ડ ફ્લૂના કેસો વધી રહ્યા છે. બર્ડ ફ્લૂ એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ દ્વારા થાય છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશમાં ચેતવણી જારી કરવામાં આવી છે. આ વાયરસ ચેપગ્રસ્ત પક્ષીઓની સાથે સાથે માણસો માટે પણ ખૂબ જ જોખમી છે.
બર્ડ ફ્લૂ એ વાયરલ ઇન્ફેક્શન જેવું છે. જે માત્ર પક્ષીઓ માટે જ નહીં પણ અન્ય પ્રાણીઓ અને માણસો માટે પણ એટલું જ જોખમી છે. બર્ડ ફ્લૂથી સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવતા પ્રાણીઓ અને માણસો તેનાથી જલ્દી સંક્રમિત થઈ જાય છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે, તે મૃત્યુનું કારણ પણ બની શકે છે.
બર્ડ ફ્લૂને લીધે તમને કફ, ઝાડા, તાવ, શ્વસન સમસ્યાઓ, માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો, ગળામાં દુખાવો, અને બેચેની જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમને લાગે કે તમે બર્ડ ફ્લૂના સંક્રમણમાં છો, તો પછી કોઈ બીજાના સંપર્કમાં આવતાં પહેલાં ડોક્ટરને મળો.
બર્ડ ફ્લૂ ઘણા પ્રકારના છે. પરંતુ H5N1 એ એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે જે મનુષ્યને ચેપ લગાડે છે. તેનો પહેલો કેસ 1997 માં હોંગકોંગમાં આવ્યો હતો. તે સમયે મરઘાં ફાર્મમાં ચેપગ્રસ્ત ચિકન સાથે બર્ડ ફ્લૂ ફાટી નીકળ્યો હતો.
H5N1 પ્રાકૃતિક રીતે પક્ષીઓમાં જોવા મળે છે પરંતુ તે પાળેલા મરઘામાં સરળતાથી ફેલાય છે. આ રોગ ચેપગ્રસ્ત પક્ષીના મળ, નાકના સ્ત્રાવ, મોંની લાળ અથવા આંખોમાંથી પાણી આવતાના સંપર્કને કારણે થાય છે. ચેપગ્રસ્ત ચિકનના 165ºF પર રાંધેલા માંસ અથવા ઇંડાના વપરાશથી બર્ડ ફ્લૂ ફેલાતો નથી, પરંતુ ચેપગ્રસ્ત ચિકનના ઇંડાને કાચા અથવા બાફેલા ન ખાવા જોઈએ.
H5N1માં લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા છે. ચેપગ્રસ્ત પક્ષીઓના મળ અને લાળમાં 10 દિવસ વાયરસ જીવંત રહે છે. દૂષિત સપાટીઓને સ્પર્શ કરીને આ ચેપ ફેલાય છે. મરઘાં સાથે સંકળાયેલા લોકોમાં આ વાયરસ ફેલાવાનું જોખમ સૌથી વધુ છે.
આ ઉપરાંત, જે લોકો ચેપગ્રસ્ત સ્થળોની મુલાકાત લે છે, ચેપગ્રસ્ત પક્ષીઓના સંપર્કમાં આવે છે, કાચો અથવા છૂંદો કરેલો ઇંડું ખાય છે અથવા ચેપગ્રસ્ત દર્દીઓની સંભાળ રાખે છે તેમને પણ બર્ડ ફ્લૂ થઈ શકે છે.
બર્ડ ફ્લૂના વિવિધ પ્રકારોનો જુદી જુદી રીતે ઉપચાર કરવામાં આવે છે. પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં તેની સારવાર એન્ટિવાયરલ દવાઓથી કરવામાં આવે છે. લક્ષણો દર્શાવ્યાના 48 કલાકની અંદર દવાઓ લેવી જરૂરી છે. બર્ડ ફ્લૂથી સંક્રમિત વ્યક્તિ ઉપરાંત, ઘરના અન્ય સભ્યો કે જેઓ તેમના સંપર્કમાં આવે છે, અને લક્ષણ જોવા મળતા નથી તેમ છતાં તેઓને પણ આ રોગની દવા લેવાનું સૂચન આપવામાં આવે છે.
ઈન્ફલ્યુએન્ઝા ટાળવા માટે, ડોકટરો તમને ફલૂની રસી લેવાની સલાહ આપી શકે છે. આ ઉપરાંત, તમારે ખુલ્લા બજારમાં જવું, ચેપગ્રસ્ત પક્ષીઓના સંપર્કમાં આવવું અને કાચું ચિકન ખાવાનું ટાળવું જોઈએ. તેમજ સ્વચ્છતા જાળવવી અને સમય સમય પર તમારા હાથ ધોવા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle