રાજકોટ(ગુજરાત): રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સીમા અનિલભાઇ વાઘીયા નામની મહિલાએ એક સાથે 3 બાળકોને જન્મ આપતા પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે. માતાની અને ત્રણેય બાળકોની તબીયત તંદુરસ્ત છે. મહિલાએ 1 પુત્રી અને 2 પુત્રને જન્મ આપ્યો છે. હાલ માતા અને ત્રણેય બાળકોને હોસ્પિટલે ઓબ્ઝેર્વેશનમાં રાખવામાં આવ્યા છે. રાજકોટમાં પ્રેગનન્સી દરમિયાન આવું ભાગ્યે જ જોવા મળતી ઘટના છે. સિવિલના કર્માચારીઓ અને ડોક્ટરોમાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે.
3 બાળકોને જન્મ આપનાર મહિલાના પિતાના જણાવ્યા અનુસાર, બહુ સમય પછી અમારા ઘરમાં ખુશીનો માહોલ સર્જાયો છે. એક સાથે ત્રણ બાળકોનો જન્મ ભગવાનના આશીર્વાદથી થયો છે. ત્રણેય બાળકો તંદુરસ્ત છે અને મારી દીકરી પણ તંદુરસ્ત છે. મારી દીકરીનું નામ સીમા અનિલભાઇ વાઘીયા છે. પરિવારમાં ખુશીનો માહોલ કુદરતની દયાથી છવાયો છે.
ગાયનેક વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો.મનિષા પરમારના જણાવ્યા અનુસાર, આજે સીમાબેનનું સિઝેરિયન દ્વારા ઓપરેશન કર્યું છે. જેમાં તેમણે 3 બાળકોને જન્મ આપ્યો છે. સીમાબેન પહેલેથી જ સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ કરાવતા હતા. પ્રસૂતિની પીડા થતા સિઝેરિયન દ્વારા ડિલિવરી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એક સાથે ત્રણ બાળકોનો જન્મ થાય તેવા કેસ ભાગ્યે જ નજરે જોવા મળે છે.
સિવિલ હોસ્પિટલના ડોક્ટરોમાં પણ મહિલાએ એક પુત્રી અને બે પુત્રને જન્મ આપતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ડોક્ટરો પણ બાળકો અને માતા તંદુરસ્ત હોવાથી રાહત અનુભવી રહ્યાં છે. ડોક્ટરો દ્વારા ઓબ્ઝેર્વેશન પિરિયડ પુરો થતા જ બાળકો અને માતાને રજા આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.