ઉત્તરપ્રદેશ: હાલમાં ઉત્તરપ્રદેશમાંથી એક કરુણ ઘટના સામે આવી છે. જેમાં જન્માષ્ટમીના પરમપવિત્ર દિવસે જ એક પરિવારમાં માતમ છવાયો હતો. ઉત્તરપ્રદેશના બુલંદ શહેરની ભૂપેશ માતા પિતાને ઘરે કહીને ગયો હતો કે હું બજારથી સમાન લઈને આવું આપણે બધા જન્મદિવસ મનાવીશું. પરંતુ, દીકરો સામાન લઈને પરત ફર્યો જ નહી.
જાણવા મળ્યું છે કે, ભૂપેશ તેના માતા પિતાનો એકના એક દીકરો હતો. ભૂપેશની ત્રણ બહેનો છે. બધી બહેનો પોતાના ભાઈને ખુબ જ પ્રેમ કરતી હતી. ભૂપેશ પણ સરકારી પરીક્ષાની તૈયારી કરતો હતો સાથે સાથે એક ખાનગી કંપનીમાં નોકરી પણ કરતો હતો. જેનાથી પરિવારને થોડી મદદ થઇ શકે. ભૂપેશ સરકારી નોકરી લઈને પોતાના માતા પિતાને સારું જીવન આપવા માંગતો હતો.
આ ઉપરાંત માતા પિતાને પણ વિશ્વાસ હતો કે, દીકરો સરકારી પરીક્ષા પાસ કરી દેશે. આખો પરિવાર ભગવાન શ્રી કૃષ્ણનો અને દીકરાનો જન્મદિવસ સાથે ઉજવવા માંગતો હતો જેથી તૈયારીઓ કરવા માટે દીકરો બજારમાં વસ્તુઓ લેવા માટે ગયો હતો. આ દરમિયાન રસ્તામાં જ અકસ્માત થતા દીકરાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે આ ઘટનાની જાણ પરિવારને થઈ કે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
ઘરનો એકના એક દીકરાનું મૃત્યુ થઇ જતા માતા પિતા અને ત્રણ બહેનો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. જન્મદિવસ દીકરાનો મરણ દિવસ થઇ ગયો. માતા-પિતા પોતાના દીકરાને યાદ કરી કરીને સતત રડ્યા જ કરે છે. પરિવાર દીકરાનો જન્મ દિવસ ખુબ જ ધૂમધામથી ઉજવવા માંગતો હતો પણ થયું કઈ એવું કે ઉજવણી દુઃખદ માતમમાં ફેરવાઈ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.