વતન જતા ગરીબ શ્રમિકો પાસેથી ટીકીટના વધારે રૂપિયા લેતો ભાજપનો કાર્યકર્તા પકડાયો- જાણો અહીં

ગુજરાત રાજ્યમાં ગણતરીની મીનીટોમાં કોરોનાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કોરોનાના આંકડાઓ વધે નહિ તે માટે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું છે. હાલ ગુજરાત રાજ્યમાં લોકડાઉનના ચોથા તબક્કામાં રાજ્ય સરકાર દ્વારા લોકોને કેટલીક છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ બે મહિના સુધી રાજ્યમાં ધંધા, ઉદ્યોગો બંધ રહેતા શ્રમિકોની હાલત કફોડી બની છે.

હજારો શ્રમિકોએ તેમના વતન પાછા જવાની માંગ રાજ્ય સરકાર સમક્ષ કરતા તેમને વતન જવાની મંજૂરી આપવામાં આવી છે. તો બીજી તરફ શ્રમિકો પાસેથી કેટલાક ઇસમો દ્વારા ટિકિટના વધારે પૈસાની વસુલાત કરવામાં આવતી હોવાણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. અમદાવાદ શહેરમાં શ્રમિકો પાસેથી તેમને વતન જવાની ટિકિટના વધારે પૈસા વસૂલ કરવા બાબતે એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સામે ગુનો દાખલ થયો છે.

એક રિપોર્ટ મુજબ, અમદાવાદની શહેરકોટડા પોલીસ દ્વારા ગરીબ શ્રમિકો પાસેથી ટિકિટના વધારે પૈસા લેતા ચાર ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ચાર ઈસમોમાં એક ભાજપના કાર્યકર્તાનું નામ પણ સામે આવ્યું છે. આ ભાજપનો કાર્યકર્તા સરદારનગર વોર્ડનો છે અને આ મહાશયનું નામ કૈલાશ ઈશરાની છે. ભાજપનો કાર્યકર્તા બિહારના પટના જતા શ્રમિકો પાસેથી ટિકિટના 750 રૂપિયાના બદલે તેના સાગરીતો સાથે મળીને 1,000 રૂપિયાની ઉઘરાણી કરતો હતો. અને શ્રમિકો પાસેથી રૂપિયા લુટી રહ્યો હતો.

ભાજપના કાર્યકર્તા મળીને કુલ ચાર ઈસમો રેલવેની ટિકિટના 750 રૂપિયાની જગ્યા પર 1,000 રૂપિયા લઈને મામલતદારના ગોળ સિક્કાવાળું ટોકન આપવાનું કૌભાંડ આચરી રહ્યા હતા. હવે સમગ્ર ઘટના મામલે સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે, ટિકિટ માટે આપવામાં આવતા ટોકનમાં મામલતદારનો સિક્કો લગાવવામાં આવ્યો છે તે આ લોકો ક્યાંથી લાવ્યા હશે? હાલ તો પોલીસે ભાજપના કાર્યકર્તા કૈલાશ ઈશરાની સહિત કુલ ચાર લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરી તેમની સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

એક તરફ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગરીબ લોકોની તેમની પડખે ઉભા રહીને મદદ કરવાની વાતો કરવામાં આવી રહી છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જ શ્રમિકો પાસેથી ટિકિટના વધારે પૈસા લઈને ગરીબ લોકોને ખુલેઆમ લૂંટવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા સુરત શહેરમાં પણ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા ટિકિટ લેવા ગયેલા શ્રમિકને ઠોર માર મરવામાં આવ્યો હોવાની પણ ઘટના સામે આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *