ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

850 થી વધુ અનાથ બાળકોના પિતા બની આજીવન સેવાનું કાર્ય કરનાર વસંતભાઈ ગજેરા વિષે જાણો

મૂળ અમરેલી અને સુરતના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા દ્વારા છેલ્લા કેટલાય સમયથી અનાથ બાળકો માટે કામરેજ નજીક પવિત્ર નદી તાપી ના કાંઠે વાત્સલ્યધામ નામની અનાથાશ્રમ ચલાવી રહ્યા છે . જ્યાં ગરીબ પરિવારના બાળકો આગળ વધુ અભ્યાસ કરી શકે તે માટે તેમને કામરેજ ખાતે વાત્સલ્યધામ 15 વર્ષ અગાઉ સંસ્થા શરૂ કરી હતી. 850 થી વધુ બાળકોને પોષણ આપનાર વસંત ગજેરામોટા ઉદ્યોગપતિ, કેળવણી કાર અને સામાજિક કાર્યકર છે.

પોતાના ધનને લોકહિતમાં વાપરીને અમરેલી, સુરતમાં અનેક સારા કર્યો કરતા ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરા એ ગયા મહીને જ પોતાની કંપની Laxmi Daimond Company(Surat) માં કામ કરતાં તમામ કર્મચારી ને કોરોના વાઇરસના કારણે ધંધા નું એકમ બંધ હોવા છતાં માનવતા ને શોભે તેવું પગલું ભરીને મદદ કરી અને પુરાં મહીના નો પગાર ચૂકવ્યો હતો. જેનો આંકડો કરોડોમાં છેં છતાં પણ અંચકાયા વગર પગાર ચૂકવેલ હતો.

અમરેલીમાં વિશાલ શૈક્ષણિક સંકુલ ચલાવી અમરેલીને 100% ઉચ્ચ શિક્ષિત નવયુવાનો તૈયાર કરવાનું નેક કામ વર્ષો થી કરી રહ્યા છે. સામાજિક પછાત, ગરીબ તેમના દ્વારે પહોચ્યા હોય તો તે હરખ સાથે પાછા ફર્યા છે જેના પુરાવા સમાજમાં હાજર છે.

હાલમાં કોરોના મહામારી વચ્ચે તેમની કંપની દ્વારા દરરોજ હજારો ફૂડપેકેટ બનાવીને ભૂખ્યાઓને આપવામાં આવે છે. અમરેલીમાં 300 બેડની કોરેન્ટાઇન સુવિધા વાળી કોવિડ હોસ્પિટલ ઉભી કરીને સરકારને મદદ કરીને અમરેલીની સેવા કરી છે. હજારો રત્નકલાકારોને ખાતામાં 1500 રૂપિયાની રોકડ સહાય માટે પણ વિશેષ સવલત ઉભી કરીને માનવતાભર્યું કાર્ય તેઓ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: