બળાત્કારનો આરોપી પૂર્વમંત્રી ચિન્મયાનંદ જેલમાંથી છૂટતા સ્વાગત માટે ઉમટ્યા ભાજપના કાર્યકરો

બુધવારે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદ ઉત્તરપ્રદેશની શાહજહાપુર જિલ્લા અદાલતમાંથી બળાત્કારના આરોપમાં જમીન પર છૂટ્યા હતા, ત્યારે ભાજપના કાર્યકરોએ જેલ ની બહાર ચિન્મયાનંદ નું ભવ્ય સ્વાગત કર્યું. ન્યુઝ એજન્સી ANI એ ટ્વિટ કરેલ વીડિયોમાં દેખાય છે કે ચિન્મયાનંદ ના સમર્થકો જેલની બહાર આવીને “સ્વામી મહારાજ કી જય” ના નારા લગાવી તેમને શુભેચ્છા પાઠવી રહ્યા હતા.

જેલર રાકેશ કુમારે કહ્યું કે,”કાયદેસરની કાર્યવાહી પૂરી કરીને તેમને જવા દેવામાં આવ્યા છે.”

72 વર્ષના ભારતીય જનતા પાર્ટીના નેતા ચિન્મયાનંદ પર સપ્ટેમ્બરમાં તેમની જ કોલેજમાં ભણતી એક યુવતીએ શાહજહાંપુરમાં તેમના પર એક વર્ષ સુધી બળાત્કાર ગુજારવાનો આરોપ લગાવ્યો હતો. આરોપ લગાવ્યા બાદ તરત જ 23 વર્ષિય યુવતીની પણ પૈસા પડાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી.

ચિન્મયાનંદ ને જામીન આપતા જજ રાહુલ ચતુર્વેદીએ કહ્યું કે જે છોકરીની ઈજ્જત દાવ પર છે તેણે પોતાના પરિવાર કે ન્યાયતંત્રના કોઈ પણ લોકોને ભૂતપૂર્વ નેતા દ્વારા થયેલ જાતીય સતામણી વિશે જણાવ્યું નથી.

” જે છોકરી ની ઈજ્જત દવ પર છે તેણે પોતાના પરિવાર કે કોર્ટ સામે તેણી સાથે થયેલ ઘટના વિશે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. જે અત્યંત આશ્ચર્યજનક છે. ” હાઈકોર્ટે કહ્યું કે આ બંને તરફી મામલો લાગે છે.

જય ચતુર્વેદીએ કહ્યું કે,” યુવતીએ આ પહેલા પણ ચિન્મયાનંદ ને વીડિયો ક્લિપ દ્વારા બ્લેકમેઇલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. બંને પક્ષોએ પોતાની સીમા ઓળંગી છે, હાલની પરિસ્થિતિમાં કહેવું મુશ્કેલ છે કે કોણ કોને ફસાવી કરી રહ્યું છે. બંને એ એકબીજા નો ઉપયોગ કર્યો છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *