હાલમાં ગુજરાત વિધાનસભાની 8 બેઠકો ઉપર પેટાચૂંટણી (byelection) માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. તમામ બેઠકો પર સવારે 7 વાગ્યે મતદાન શરૂ કરવામાં આવ્યું છે. ધારી, ગઢડા, કરજણ, અબડાસા, ડાંગ, કપરાડા, મોરબી અને લીંબડી બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન આરંભી દેવાયું છે. બંને પક્ષોએ આ બેઠકો જીતવા માટે એડીચોટીનુ જોર લગાવી દીધું છે. ત્યારે ભાજપ કોંગ્રેસના 16 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. ત્યારે અઢી કલાકમાં અંદાજે કુલ 10 ટકા મતદાન નોંધાયુ છે. જેમા સૌથી વધુ અબડાસામાં 12 ટકા, મોરબીમાં 11 ટકા, લીંબડીમાં 11 ટકા, કરજણમાં 6 ટકા, કપરાડામાં 7 ટકા, ગઢડામાં અંદાજે 10 ટકા મતદાન જ્યારે ડાંગમાં 8 ટકા મતદાન અને ધારીમાં 6 ટકા મતદાન નોધાયુ છે.
આ ઉપરાંત હાલમાં કોરોનાકાળમાં પ્રથમવાર મતદાન યોજાયુ હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને મતદારોને એન્ટ્રી આપવામાં આવી રહી છે. એ પહેલા થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરીને મતદારોને અંદર જવા દેવામાં આવી રહ્યાં છે. તો સવારથી જ અનેક કેન્દ્રો પર ઈવીએમ ખોટકાયાની ફરિયાદ ઉઠી છે. તમામ મતદાન કેન્દ્રોની બહાર ગોળ સર્કલ કરવામાં આવ્યા છે. તે મુજબ મતદારોને ઉભા રાખવામાં આવ્યા છે. તમામ મતદારોને પહેલા સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે. જેના બાદ તેઓને પ્લાસ્ટિકના ગ્લોવ્ઝ આપવામાં આવી રહ્યા છે. આમ કોવિડની તમામ ગાઈડલાઈનનું ધ્યાન રાખવામાં આવ્યુ છે. મતદારો સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે.
આ દરમ્યાન ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી વચ્ચે કરજણનો એક વિડીયો ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. કરજણમાં ચૂંટણી પંચના નિયમના ધજાગરા ઉડ્યા છે. અહીં કોંગ્રેસ દ્વારા એક વીડિયો વાયરલ કરીને રાજનીતિ ગરમાવી નાંખી છે. પેટાચૂંટણીના મતદાન વચ્ચે ગુજરાત કોંગ્રેસે કરજણના પોર – ઈટોલા વિસ્તારનો એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં ભાજપના કાર્યકરો નાણાં વેચતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. સંદેશ ન્યૂઝ આ વાયરલ થયેલા વીડિયોની પુષ્ટિ કરતું નથી. બીજી બાજુ આ વીડિયો સામે આવતા ચૂંટણી પંચ સજાગ થઈ ગયું છે અને તેમને તપાસના આદેશ આપ્યો છે.
વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, 100-100ની નોટો મતદારોને અપાઈ રહી છે. કરજણમાં મતદાન દરમિયાન પૈસા આપતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. રાજકીય પક્ષના કાર્યકરો પૈસા વહેંચતા હોવાનો વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વીડિયોમાં પૈસા આપી ભાજપને મત આપવાનું કહેતા સંભળાઈ રહ્યું છે. આ ઘટના બાદ કરજણના જનરલ ઓબ્ઝર્વરે તપાસના આદેશ આપ્યા છે.
આ વાઈરલ થઈ રહેલ વિડીયો અંગે કોંગ્રેસે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હોવા છતાં હજી સુધી આ મામલે કોઇ કાર્યવાહી થઇ નથી, જેને લઇને કોંગ્રેસમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ઝડપથી આ મામલે કાર્યવાહી થાય તેવી કોંગ્રેસે માગ કરી છે. કોંગ્રેસે પત્રમાં જણાવ્યું કે, આજે ચૂંટણી ચાલી રહી છે. ત્યારે ઇંટોલા અને ગોસીન્દ્રા ખાતે જાહેરમાં ભાજપવાળા વોટ ખરીદવા કેશ ફોર વોટની પ્રક્રિયા કરી રહ્યા છે, જે આદર્શ આચારસંહિતાનો ભંગ છે. આવા વોટ સામે રૂપિયા વહેંચનારાઓની તાત્કાલિક ધરપકડ કરવી અને તેમની પર કાયદેસરની કાર્યવાહી કરો અને ચૂંટણી પૂરી થાય નહીં ત્યાં સુધી આવા રૂપિયા વહેંચનારાને પોલીસે ડિટેઇન કરીને રાખવા, અમારી ફરિયાદ નોંધ કરવા કાર્યવાહી કરવી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચની નિયમોની ધજીયા ભાજપીઓએ ઉડાવી હતી. કરજણ વિધાનસભાના પોર-ઇટોલા વિસ્તારમાં ખૂલ્લેઆમ પૈસાથી લોકશાહીને ખરીદતા ભાજપના કાર્યકરો જોવા મળી રહ્યા છે. આ જે હોય તેમની સામે ચૂંટણીપંચ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરે.
‘કેશ ફોર વોટ’ કરજણમાં ખુલ્લેઆમ રૂપિયા આપીને કમળનું બટન દબાવવાનું કહેતા BJPના કાર્યકરો – જુઓ લાઈવ વિડીયો pic.twitter.com/T7I316hNvJ
— Trishul News (@TrishulNews) November 3, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle