જ્યાં વોટ આપવો હોય ત્યાં આપજો, 8મીએ પરિણામ આવે પછી મારો વારો આવશે- ભાજપ ઉમેદવારે મતદારોને ધમકાવ્યા

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)નો પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ગુજરાત વિધાનસભાની 89 બેઠકો માટે ગુરુવારના રોજ યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનમાં કુલ…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)નો પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ગુજરાત વિધાનસભાની 89 બેઠકો માટે ગુરુવારના રોજ યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનમાં કુલ 61 ટકા મતદાન નોંધાય ચુક્યું છે. જયારે બીજા તબક્કાના મતદાનની ઘડીઓ ગણાઇ રહી છે, એવામાં શહેરા(Sahera) બેઠકના ભાજપ(BJP)ના ઉમેદવાર જેઠા ભરવાડ(Jetha bharvad)નો એક વિડીયો વાયરલ(Viral video) થયો છે. જેમાં તેઓ મતદારોને ધમકાવતા જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે, આ પ્રકારે મતદારોને કે લોકોને ધમકાવવા કેટલું યોગ્ય કહી શકાય?

જેઠા ભરવાડ મતદારોને ધમકાવતા જોવા મળ્યા:
પંચમહાલના શહેરાના ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ મતદારોને ખુલ્લી ધમકી આપતા નજરે ચડી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો શહેરા વિધાનસભા મતવિસ્તારના રતનપુર ગામમાં એક જાહેરસભા દરમિયાન ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડે જણાવતા કહ્યું હતું કે, ‘બધાને કહું છું ગભરાતા નહીં, હું બેઠો છું ગભરાવાની જરૂર નથી. જેઠા ભરવાડ જીતેલા છે, તેમાં કોઈ શંકા નથી.’

જેઠા ભરવાડે મતદારોને ધમકાવતા કહ્યું હતું કે, ‘જેને જ્યાં મત આપવો હોય ત્યાં છૂટ છે, મને કોઈ વાંધો નથી. જેને જે ફેરવવું હોય એ ફેરવે મને કોઈ ફરક પડવાનો નથી. 8મીએ પરિણામ આવ્યા પછી મારો દિવસ આવશે. વધુમાં ઉમેર્યું હતું કે, 2027 સુધી જેઠા ભરવાડ ધારાસભ્ચ છે, જેને જ્યાં લખવું હોય ત્યાં લખી લે. 2027 પછી કોને ધારાસભ્ય બનાવવો એ પણ હું જ નક્કી કરીશ.’

મળતી વિગતો મુજબ, શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ રતનપુર ગામમાં સભા કરવા માટે ગયા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે, જ્યાં વોટ આપવો હોય ત્યાં આપો. 8મીએ પરિણામ આવે પછી મારો વારો આવવાનો ચાલુ થશે અને 2027 સુધી હું જ ધારાસભ્ય છું અને આ બાદ કોને બનાવવાના છે તે પણ હું જ નક્કી કરીશ એટલે મારા સિવાય કોઈને વોટ આપવાનો નથી.

5 ડિસેમ્બરે છે બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

8 ડિસેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *