સુરતમાં હીરા ઉદ્યોગકારો અને બિલ્ડરોને ત્યાં 20થી વધુ સ્થળો પર ઇન્કમ ટેક્ષના દરોડા- આ મોટા નામ નિશાને

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા(Gujarat election 2022)ના પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ સુરતમાં ઈન્કમટેક્સ વિભાગ(Surat Income Tax Raids) સક્રિય થઈ ગયો છે. વહેલી સવારે છ…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા(Gujarat election 2022)ના પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ સુરતમાં ઈન્કમટેક્સ વિભાગ(Surat Income Tax Raids) સક્રિય થઈ ગયો છે. વહેલી સવારે છ વાગ્યાથી ITની ટીમો ત્રાટકી છે. મળતી માહિતી અનુસાર, હીરા ઉદ્યોગકારો અને બિલ્ડરોને ત્યાં આઈટી વિભાગ દ્વારા રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો લગભગ 20થી વધુ સ્થળો પર ITની ટીમો દ્વારા રેડની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત સહિત મુંબઈમાં પણ આ રેડનો રેલો પહોંચ્યો હોય તેવા સમાચાર મળી રહ્યા છે.

હીરા ઉદ્યોગમાં મચી ગયો ફફડાટ:
હીરા ઉદ્યોગકારોને ત્યાં રેડ પડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ધાનેરા ડાયમંડ કંપની અને તેમની સાથે સંકળાયેલાને ત્યાં વહેલી સવારે છ વાગ્યાથી ITની ટીમ દ્વારા રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે. હીરા ઉદ્યોગમાં ઘણા સમય બાદ રેડ પડતાં ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ધાનેરા ગ્રુપના અરવિંદ અજબાની સહિતના ભાગીદારોને ત્યાં ITના દરોડા પાડવામાં આવ્યાં છે.

બિલ્ડર લોબીમાં ફફડાટ:
મહત્વનું છે કે, હીરાની સાથે સાથે ITની વિભાગ દ્વારા બિલ્ડર લોબીને પણ વરુણીમાં લેવામાં આવી છે. રમેશ ચોગઠ નામના બિલ્ડરને ત્યાં પણ રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી દિવાળી બાદ બિલ્ડીંગ વ્યવસાયમાં જોવા મળી રહેલી તેજીની સામે રેડથી ફફડાટ મચી ગયો છે.

મોટા નામ નિશાને:
આવકવેરા ખાતાના સુત્રોના જણાવ્યા અનુસાર, સુરતના હીરા ઉદ્યોગમાં મોટુ નામ ધરાવતા અને અરવિંદ ધાનેરા તરીકે ઓળખાતા ધાનેરા ગ્રુપને નિશાન બનાવવામાં આવ્યું છે અને તેમની સાથે સંકળાયેલા બે બિલ્ડરો નરેશ અને હિંમતભાઈને પણ નિશાને લેવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્રણેયના રહેઠાણ ઉપરાંત ઓફીસો તથા બિલ્ડીંગ સાઈટોને પણ દરોડા પાડવામાં આવ્યા છે. 40 જેટલા સ્થળોએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે અને મોટી રકમના બિનહિસાબી વ્યવહારો તથા કરચોરી પકડાવાની શક્યતાઓ વ્યકત કરવામાં આવી રહી છે.

20થી વધુ સ્થળે ITની ટીમ દ્વારા રેડ:
મહત્વનું છે કે, સુરત શહેરમાં વેસુથી લઈને હીરા ઉદ્યોગકારોના ઘર અને બિલ્ડરની ઓફિસથી લઈને ઘર સુધીના અલગ અલગ અંદાજે 20થી 22 કરતાં વધુ સ્થળો પર ITની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *