હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં સોમવારે મતદાન થવાનું છે. આ પહેલાં જ અસાંધ બેઠક પરથી ભાજપના ઉમેદવાર બખ્શીશ સિંહ વિર્કના એક વીડિયોએ ભારે વિવાદ સર્જ્યો છે.વિર્કે જનતાને ધમકી ભરેલા અંદાજમાં કહ્યું કે તમે કોઈપણ બટન દબાવશો, તો પણ મત તો કમળના ફૂલને જ મળશે. આ વીડિયો વાયરલ થતાં ચૂંટણી પંચે ભાજપ ઉમેદવાર વિર્કને નોટીસ ફટકારી છે અને અસાંધ બેઠક પર વિશેષ નિરિક્ષકની નિમણૂક કરી છે.
આ વાયરલ વીડિયોમાં બખ્શીશ સિંહ કહી રહ્યા છે, ‘આજે તમે ભૂલ કરશો તો 5 વર્ષ ભોગવવું પડશે. અમને એ પણ ખબર પડી જશે કે કોણે કયા પક્ષને મત આપ્યો છે. કહેશો તો બતાવી પણ દઈશું. મોદીજી અને મનોહર લાલની નજરો ખૂબ જ તિક્ષ્ણ છે. તમે મત ક્યાંય પણ આપો, મત તો ભાજપના ફૂલને જ મળશે. તમે કોઈપણ બટન દબાવો, વોટ તો ફૂલને જ જશે. અમે મશીનોમાં સેટિંગ કરી દીધું છે.’
એટલે કે ભાજપ ઉમેદવાર બખ્શીશ સિંહ વિર્ક સ્પષ્ટરૂપે લોકોને કહે છે કે તેમણે ઈવીએમમાં એવું સેટિંગ કરી રાખ્યું છે, જેના મારફત કોઈપણ પક્ષને મત આપવા છતાં તે ભાજપના ખાતામાં જ જશે. જોકે, આ વાયરલ વીડિયોને બખ્શીશ સિંહ વિર્કે ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે વીડિયો સાથે ચેડાં કરાયા છે.
તમામ વિપક્ષ ભાજપ પર ઈવીએમ સાથે ચેડાં કરવા અને ઈવીએમના બળે ચૂંટણી જીતવાના આરોપ લગાવતો રહ્યો હોવાથી વિર્કનું આ નિવેદન ઘણું જ આશ્ચર્યજનક છે.દરમિયાન બખ્શીશ સિંહ વિર્કનો વીડિયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચે વિર્કને નોટીસ ફટકારી છે અને તેની અસાંધ બેઠક પર મતદાનનું નિરિક્ષણ કરવા માટે વિશેષ નિરિક્ષકની નિમણૂક કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.