પોલીસે ફિલ્મી ઢબે જીપનો પીછો કરતા એવી જગ્યાએથી દારૂ મળ્યો કે પોલીસ પણ વિચારતી થઈ ગઈ

હાલોલ-વડોદરા રોડ પર પોલીસે ફિલ્મી ઢબે બોલેરો જીપનો પીછો કરી જીપને ઝડપી પાડી લાઇટ અને બોનેટમાં છૂપાવી રાખેલી દારૂની બોટલો  કબજે કરી હતી જ્યારે ચાલક…

હાલોલ-વડોદરા રોડ પર પોલીસે ફિલ્મી ઢબે બોલેરો જીપનો પીછો કરી જીપને ઝડપી પાડી લાઇટ અને બોનેટમાં છૂપાવી રાખેલી દારૂની બોટલો  કબજે કરી હતી જ્યારે ચાલક ફરાર થઇ ગયો  હતો.આ અંગેની વિગત એવી છે કે હાલોલ-વડોદરા રોડ પર આસોજ ગામની સીમમાં ઝોર્ડ કંપની સામે એલસીબીના માણસો વાહન ચેકિંગ કરતા હતા ત્યારે સફેદ રંગની એક બોલેરો જીપ આવતા તેને ઉભી રાખવાનો ઇશારો કરવા છતાં જીપ ઉભી રાખવાના બદલે ચાલકે જીપ પુરપાટઝડપે દોડાવી હતી.

તસ્વીરો સાંકેતિક છે..

જીપમાં કશુ શંકાસ્પદ લાગતા પોલીસના માણસોએ પણ જીપનો પીછો કર્યો હતો. આશરે છ કિ.મી. સુધી પીછો કર્યા બાદ જરોદ ટાઉનમાં બસ સ્ટેન્ડ પાસે નાળા નજીક જીપ ચાલુ હાલતમાં મૂકી ચાલક ભીડમાં ભાગી ગયો હતો.

પોલીસના માણસોએ જીપમાં તપાસ કરતાં અંદર કશું મળ્યું ન હતું પરંતુ ગાડીના બોનેટ તેમજ પાછળની લાઇટો પાસે બનાવેલા ખાસ ખાનામાં દારૃની બોટલો મળી હતી. પોલીસે દારૃની ૧૨૦ બોટલો તેમજ જીપ મળી કુલ રૃા.૩.૩૬ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *