છેલ્લા બાર મહિનાના સમયગાળામાં ભાજપના કોર્પોરેટર લાંચ લેતા રંગેહાથે ઝડપાયા છે. 50 હજાર રૂપિયાની લાંચ લેતા જયંતીલાલ ભંડેરી ઝડપાયા છે. એસીબી દ્વારા ધરપકડ કરાયેલ આ કોર્પોરેટરે દવાખાનાનાં બાંધકામ માટે લાંચ માંગી હતી. તમને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં ભાજપના 3 કોર્પોરેટર લાંચ લેચા ઝડપાઇ ચૂક્યા છે. અગાઉ વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 25ના કોર્પોરેટર ઝડપાયા હતા.
મળતી માહિતી અનુસાર, સુરત ભાજપના કોર્પોરેટર ACBના હાથે ઝડપાયા લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા છે. વોર્ડ નંબર 8ના ડભોલી-સિંગણપોર ના કોર્પોરેટર જયંતીલાલ ભંડેરી લાંચ લેતા ઝડપાઈ ગયા છે. કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનોદ મોરડીયાના સાથી કોર્પોરેટરની પેનલમાં છે. અત્યાર સુધીમાં ભાજપના ત્રણ કોર્પોરેટર લાંચ લેતા એસીબીના છટકામાં આવી ગયા છે. આગાઉ વોર્ડ નંબર 11ની કોર્પોરેટર નૈનસી સુમરા, એમના પિતા અને ભાઈ એસીબીના હાથે ઝડપયા હતા. અગાઉ વોર્ડ નંબર 25ના કોર્પોરેટર મીનાબેન રાઠોડના પતિ એસીબીના હાથે ઝડપયા હતા.
આ બાબતે ત્રિશુલ ન્યૂઝ સાથે ની વાતચીત માં શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાળાએ જણાવ્યું હતું કે આવી કોઈ વાત હજી સુધી મારા સુધી પહોંચી નથી પણ જો આ વાત સાચી હશે તો અમે અમારા પ્રોટોકોલ અનુસાર જેન્તી ભંડેરીને સસ્પેન્ડ કરીશું. પ્રાપ્ત વિગતો અનુસાર જેન્તી ભંડેરી કેબિનેટ મિનિસ્ટર આર સી ફળદુની નજીકના મનાય છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ સુરત એસીબીએ ટ્રેપ ગોઠવી ભાજપના મહિલા કોર્પોરેટરના મીનાબેનના (સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં. 25 ગોડાદરા) વિસ્તારનાં કોર્પોરેટરપતિને 5 લાખની લાંચ લેતા રંગે હાથ પકડ્યા હતા. ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા એક ડોકટરના દવાખાનાની મિલકતના બાંધકામ માટે લાંચની માગણી કરવામાં આવી હતી. અને જો રૂપિયા ના આપો તો મિલકત તોડી પડાવવવાની પણ ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા ધમકી આપવામાં આવી હતી.