ગુજરાતમાં બેરોજગારીની એવી પરિસ્થિતિ ફળી છે કે, આજે શિક્ષિત લોકો પણ રોજગારી શોધવા માટે ફાફા મારી રહ્યા છે. સરકારી નોકરી માટે તો પડા-પડી બોલી રહી છે. કરોડો ઉમેદવારો ફોર્મ ભરવા અને કોચિંગ ક્લાસીસ માટે લાખો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. જો કે સરકારને તો બેરોજગારી પણ ફળી છે. માત્ર રોજગારીના ફોર્મ થી જ 100 કરોડ રૂપિયાની આવક થઈ છે.
ક્યાંથી અને કેટલી આવક :-
નોકરી મેળવવા પ્રત્યેક શિક્ષિત બેરોજગાર સાયબર કાફે,ઝેરોક્ષ અને ઓનલાઈન ફોર્મ ભરવા પાછળ અંદાજે 200 રૂપિયા જેટલો ખર્ચ કરી નાખે છે. ગુજરાતમાં 22000 જગ્યા માટે આખા ગુજરાતમાંથી ૮૧ લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ ફોર્મ પેટે જ અંદાજે સરકારે રૂપિયા 100 કરોડની કમાણી કરી છે. ૮૧ લાખ ઉમેદવારો પૈકી કે માત્ર 15 ટકા જ ઉમેદવારો કોચિંગ ક્લાસીસ જાય તો પણ ખૂબ જ મોટો ખર્ચો થાય.
આ જ કારણોસર ગુજરાતના કોચિંગ ક્લાસીસ ને પણ કરોડોની આવક છે. આ ઉપરાંત લાઇબ્રેરી ફી જેવા અન્ય ખર્ચા ગણવામાં આવે તો ખુબજ મોટો આંકડો પ્રાપ્ત થાય. આમ રોજગારી મેળવવાના ફોર્મ ની ફી થી પણ સરકારની તિજોરી છલકાઇ રહી છે. એક માહિતી સ્પર્ધાત્મક પરીક્ષાઓના ટ્યુશન ક્લાસીસમાં પણ લાખોનો બિઝનેસ થઇ રહ્યો છે.