ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો જોરશોરથી તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે ગઈ વિધાનસભા ચુંટણીમાં ભાજપ(BJP) દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાંથી અનેક સંકલ્પો એવા છે જે હજુ પણ પુરા થયા નથી.
2017ની ચૂંટણીના અનેક સંકલ્પો હજુ પણ નથી કર્યા પૂરા:
મહત્વનું છે કે, વર્ષ 2017 માં સંકલ્પ પત્રમાં ભાજપે ખેડૂતનો આવક, યુવાઓ, મહિલા સશક્તિકરણ, વિકાસ જેવા મુદ્દાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. ગત 2017 ચૂંટણીના સંકલ્પ પત્રમાં ખેડૂતોની આવક બમણી કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દૂધ ઉત્પાદન ક્ષેત્રે પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી હતી. પરંતુ આ વાયદાઓ માત્ર કાગળ પર જ રહી ગયા છે. રાજ્ય સરકારનો દાવો દૂધ ઉત્પાદન પશુપાલન અને ખેતી ક્ષેત્રે કરાયેલા વચન પૂરા કરવામાં આવ્યા છે.
યુવાઓને રોજગારી આપવા શ્રમ રોજગાર સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા સરકારી નોકરીમાં રોજગારી નિર્માણ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તો મહિલા સશક્તિકરણ મુદ્દે વિધવા પેન્શન યોજનાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી બહેનોનાં ખાતામાં કોઈ વધારો પહોંચ્યો નથી. વિનામૂલ્યે ઊંચ શિક્ષણ સહાયતાની પણ રજૂઆત કરવામાં આવી હતી, જે અંગે હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. 2017 માં રાજ્ય સરકારે સંકલ્પ પત્ર દરમિયાન સ્વનિર્ભર શાળા ફી નિયંત્રણ વિધાયક 2017 નો કડક અમલ કરવા વચન આપવામાં આવ્યું હતું. આ મુદ્દો 5 વર્ષ માત્ર કાગળ પર જ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરની યુનિવર્સિટી સ્થાપવામાં સરકારને સફળતા મળી છે.
સ્વાસ્થ્ય ક્ષેત્રે મોબાઈલ ક્લિનિક વચન તથા 255 સરકારી દયગનોટિક લેબની સ્થાપનાનું વચન આપવામાં આવ્યું હતું, જે હજી માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યું છે. જોકે કોરોનાના કારણે ગામડા સુધી પીએસસી સીએચસી સેન્ટરો મજબૂત થયા છે. ગામડાઓ અંગે સરકાર દ્વારા આપવામાં આવેલા કમિટમેન્ટમાં સ્માર્ટ વિલેજને કેટલાક અંશે સફળતા મળી તો શૌચાલય તથા નલસે જલ યોજનામાં સફળતા મળી છે. જોકે રોડ રસ્તાની સુવિધા અંગે આજે પણ ગામડાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જો વાત કરીએ તો ગરીબોને 100% પાકા ઘર થયા નથી. નીતિ આધારિત ઔદ્યોગિક વિકાસ અંગે 2017 માં ભારતીય જનતા પાર્ટી દ્વારા વચન આપવામાં આવ્યું હતું. જેમાંથી આઇટી પોલિસી લાવવામાં સરકારને સફળતા મળી હતી. તેમજ સેમીકંડ્ટર અને ટેલિકોમ્યુનિકેશન ઉદ્યોગમાં સફળતા મળી. આદિવાસીઓના વિકાસ માટે મેનિફેસ્ટોમાં કરાયેલા મુદ્દામાંથી તમામ મુદ્દા માત્ર કાગળ પર જ છે.
બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.
બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.