ગુજરાતના આ શહેરમાં ભાજપના નેતા સહીત અન્ય 11 લોકો જુગાર રમતા ઝડપાતા ખળભળાટ- પોલીસે કરી મોટી કાર્યવાહી

વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના આગેવાનો જુગાર રમતા ઝડપાયા છે જેને કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામી છે અને સાથે સાથે ભારતીય…

વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના આગેવાનો જુગાર રમતા ઝડપાયા છે જેને કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામી છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં ખળભળાટ મચી ઉઠ્યો છે. મળતી માહિતી અનુસાર પોલીસે તેમને રંગે હાથ જુગાર રમતા ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે.તેમની સાથે અન્ય જુગાર રમતા લોકોની અટકાયત પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના મંત્રી રૂસાંત શાહ રંગે હાથ જુગાર રમતા ઝડપાયા છે. જેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં હડકંપ મચી ઉઠ્યો છે. પોલીસને બાતમી મળી હતી જે બાતમીને આધારે પોલીસે રેડ કરી ત્યારે જુગાર સ્થળ પર પોલીસને રંગે હાથ લોકો જુગાર રમતા પકડી પાડ્યા હતા.

વડોદરા શહેરના અમિતનગર વિસ્તારમાં આવેલ વામા ડુપ્લેક્ષમાં આ જુગારધામ ધમધમી રહ્યો હતો. જે જુગારધામ મામલે પોલીસને બાતમી મળી હતી. જે બાતમીને આધારે પોલીસે સ્થળ પર અચાનક જ રેડ કરી ત્યારે ભાજપના નેતા સહીત 11 લોકો રંગેહાથ જુગાર રમતા ઝડપાયા. જેથી પોલીસે તે દરેકની અટકાયત કરી સાથે જ પોલીસે કુલ 70 હજારનો મુદ્દામાલ પોતાને કબ્જે કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જે 11 લોકોની પોલીસે ધરપકડ કરી છે તે દરેક લોકો રંગેહાથ જુગાર રમતા ઝડપાયા હતા. જેમા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના મંત્રી રૂસાંત શાહનો પણ સમાવેશ થાય છે. પોલીસે તે દરેકની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ સ્થળ પરથી પોલીસે કુલ 70 હજારનો મુદ્દામાલ પોતાને કબ્જે કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *