ગુજરાત ભાજપના નેતાઓને નાક કે કાન નથી- જુઓ કેવી રીતે પુત્રના લગ્નમાં માસ્ક વગર દેખાયા લોકો

હાલ ગુજરાતમાં વધતા કોરોનાના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે રાજ્ય સરકારે જાહેર મેળાવડાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે તેમજ લગ્નપ્રસંગમાં પણ ફક્ત 50 લોકોની મંજૂરી…

હાલ ગુજરાતમાં વધતા કોરોનાના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે રાજ્ય સરકારે જાહેર મેળાવડાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે તેમજ લગ્નપ્રસંગમાં પણ ફક્ત 50 લોકોની મંજૂરી આપવામા આવી છે. પરંતુ આ દરમિયાન અમરેલી જિલ્લામાં આ નિયમ જાણે ભાજપના નેતાને લાગુ ન પડતો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં એક વીડિયો વાઈરલ થઇ રહ્યો છે જેમાં ભાજપ નેતા અશ્વિન સાવલિયાના પુત્રના વરઘોડામાં સોશિયલ ડીસ્ટંસના ધજાગરા ઉડતા આ અંગે ઘણાં સવાલો ઉભા થયા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

અમરેલીની અમર ડેરીના અધ્યક્ષ અને ભાજપના આગેવાન અશ્વિન સાવલિયાના પુત્રના લાલાવદર ગામમાં લગ્ન હતા. આ પ્રસંગે યોજાયેલા વરઘોડામાં સોશિયલ ડીસ્ટંસના ધજાગરા ઉડ્યાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામા વાઈરલ થઈ રહ્યો છે. ત્યારે આ વીડિયોને લઈ હવે અમરેલીની સામાન્ય જનતા પણ સવાલ ઉઠાવી રહી છે.

કોણ છે અશ્વિન સાવલિયા?
અશ્વિન સાવલિયા અમર ડેરીના અધ્યક્ષ છે. સહકારી આગેવાન દિલીપ સંઘાણી અને કેંદ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના ખાસ નજીકના નેતા માનવામા આવે છે. તેઓ એક જવાબદાર આગેવાન હોવા છતા પોતાના પુત્રના લગ્નમાં નિયમોનો ભંગ થતા લોકો સોશિયલ મીડિયામાં રોષ ઠાલવી રહ્યા છે.

સામાન્ય પ્રજાને દંડ કરતી પોલીસ આ મામલે ક્યારે કાર્યવાહી કરશે?
અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લીપ્તરાય દ્વારા માસ્ક બાબતે કડકાઈ પૂર્વક સમગ્ર જિલ્લામાં કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ પ્રજાને માસ્ક બાબતે દરરોજ દંડ ફટકારી રહી છે. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય તો કાર્યવાહી કરાય છે. જયારે હવે અમરેલી પોલીસ ભાજપ પુત્ર સામે કેવી અને ક્યારે શું કાર્યવાહી કરશે? તેના ઉપર સમગ્ર લોકો નજર રાખી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *