ભાજપ નેતાની પૌત્રીનાં સગાઈમાં હજારો લોકોનો જમાવડો, નિયમોના ઉડ્યા લીરે લીરા – જુઓ વિડીયો

આખા ગુજરાતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સરકાર અને પોલીસ પણ એક્શનમાં આવી ગઇ છે અને લોકોને કોરોના માહામારીમાં ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી રહી છે. જો કોઇ વ્યક્તિ માસ્ક વગર જાહેરમાં જોવા મળે તો તેને દંડ પણ ફટકારવામાં આવે છે. ત્યાં જ રાજ્ય સરકાર દ્વારા વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂ પણ લાદી દેવામાં આવ્યું છે.

વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટમાં તો રાત્રિ દરમિયાન લગ્નનું આયોજન કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યાં જ જો કોઇ લગ્નમાં લોકો માસ્ક વગર હોય અથવા સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોય ત્યાં અધિકારીઓ પહોંચી મસમોટો દંડ પણ ફટકારી રહ્યા છે. જેનો પ્રથમ કિસ્સો સુરતમાં પણ બન્યો હતો.

બીજી તરફ કોરોના મહામારી દરમિયાન ભાજપના નેતાઓ દ્વારા કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે વધુ એક ભાજપ નેતા દ્વારા 6000થી વધુ લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા છે. ભાજપ નેતાએ પોતાની પુત્રીના લગ્નમાં એક જાહેર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમા લગભગ 6000થી વધુ લોકો જોડાયા હતા. અને આ લગ્ન સમારંભમાં કોરોના ગાઇડલાઇનનાં ધજાગરા ઉડ્યા હતા.

તાપી જિલ્લાના ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિતની પૌત્રીના લગ્નમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા હતા. આ લગ્નમાં 6000થી વધુ લોકો સામેલ થયા હતા. અને લોકો માસ્ક પહેર્યા વગર ડાન્સ કરી રહ્યા હતા. કોરોના મહામારીમાં પણ આટલી મોટી સંખ્યામાં લોકોને બોલાવવા ન જોઇએ તેટલી સામાન્ય સમજણ પણ પૂર્વ ધારાસભ્યમાં જોવા ન મળી અને પોતાની પૌત્રીની ઉજવણીમાં ઘેલા બનેલા ધારાસભ્ય કાંતિ ગામિતે લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *