ભાજપના કયા પૂર્વ મંત્રી અને ધારાસભ્યએ ગૃહમંત્રીને કહ્યું પોલીસને કહો દંડ ઉઘરાવવાનું બંધ કરે

સુરત(surat): રાજ્ય સરકાર દ્વારા હેલ્મેટ અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ દંડ વસુલવાનું કહેવામાં આવ્યું છે. જેમાં બાઈક ચાલકો હેલ્મેટ કે ફોર વ્હીલર ચાલકોને સીટ બેલ્ટ વિના જોવા મળ્યા તો તેમણે એક હજાર રૂપિયા દંડ ચુકવવા માટે તૈયાર રહેવું પડશે. ત્યારે રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી અને સુરતના વરાછા(Varachha) વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી(Kumar Kanani)એ ગૃહમંત્રી હર્ષ સંધવી(Home Minister Harsh Sandhvi)ને પત્ર લખતા રાજકારણ ગરમાયું છે. ધારાસભ્યએ પત્ર લખી હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઇવ રદ કરવા માગ કરી છે. પોલીસ બેફામ ઉધરાણી કરે છે અને લોકોની હેરાનગતિ વધી હોવાનું પણ પત્રમાં લખ્યું છે.

ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીને લેટર લખીને કુમાર કાનાણીએ જાણ કરી છે કે, કોરોના માં લોકો આર્થિક રીતે પડી ભાગ્યાં છે જેમાંથી હાલ જ પરિસ્થિતિ કાબુમાં આવી છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવના નામે મસ મોટો દંડ ફટકારીને લોક ને હેરાન પરેશાન છે. હાલ રાજ્યમાં ચાલી રહેલા ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક પોલીસ બેફામ રીતે વાહનો સાથે દંડ વસુલાત કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આમ ખુદ BJP ની સરકાર હોવા છતાં BJP ના ધારાસભ્ય લેટર લખતાં રાજકીય વાતાવરણ ગરમાયું છે.

જાણો પત્રમાં કુમાર કાનાણીએ શું લખ્યું છે?
કુમાર કાનાણીએ પત્રમાં જણાવ્યું કે, સવિનય સાથે જણાવવાનું કે 6 માર્ચથી 15 માર્ચ સુધી હેલ્મેટ તથા સીટ બેલ્ટની ઝુંબેશ ચલાવવાનો પરિપત્ર ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલ જેને ધ્યાને લેતા હાલ કોવિડ-19ની પરિસ્થિતિ હમણાં જ કાબુમાં આવેલ છે. સામાન્ય પ્રજા હાલ જ આ બંધનોમાંથી મુક્ત થયેલ છે. તેથી આ હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઇવ બાબતે સામાન્ય વ્યક્તિઓ માટેનો દંડ ખુબ મુશ્કેલ ભર્યો છે. શહેરી વિસ્તારોમાં પોલીસના ટોળે ટોળા ઉભા રહીને બેફામ પૈસાની ઉઘરાણી કરી રહેલ છે તેમજ તેમની હેરાનગતી વધી રહેલ છે. આથી પ્રજાના સહયોગ માટે હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઇવ રદ કરવા માટે મારી ભલામણ છે.

પોતાના વિસ્તારમાં પ્રજાને પડતી અગવડને લઈને તેઓ પરોક્ષ રીતે મદદ માટે આગળ આવતા હોય છે. આ ઉપરાંત, ધારાસભ્ય કુમાર કાનાણી હંમેશા પોતાની વાત પોતાના જ પક્ષમાં મજબૂતાઈથી મુકવા માટે જાણીતા છે. વરાછા વિસ્તારના પ્રશ્નોને લઈને તેઓ અવારનવાર મ્યુનિસિપલ કમિશનર કે રાજ્ય સરકારને પત્ર લખતા રહેતા હોય છે. ટ્રાફિક પોલીસ હંમેશા કુમાર કાનાણીના નિશાના પર રહેતી હોય છે. વરાછા સહિતના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવાને બદલે વાહનચાલકો પાસેથી રૂપિયા ખંખેરી લેતા હોવાની પણ ખૂબ ફરિયાદ સામે આવી રહી છે. હવે ધારાસભ્ય હર્ષ સંઘવી શું નિર્ણય લે છે તે જ રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *