ભાજપ છેલ્લા 27 વર્ષ થયા ગુજરાત ની સત્તા કમાન સંભાળી રહી છે ત્યારે સત્તા ના પાવરથી મદમસ્ત બનેલા નેતાઓ પોતાના પદ નો દુર ઉપયોગ કરી સત્તાના પાવરથી પોતાની વિરોધ પાર્ટી ના નેતાઓ તથા સામાન્ય નાગરિકો જે અન્યાય, અત્યાચાર અને ભ્રષ્ટાચાર વિરોધ લોકોના હીત માટે અવાજ ઉઠાવતા હોય ત્યારે અમુક નેતાઓ પોતાની પાસે રહેલા રાજકીય હોદ્દા નો દુર ઉપયોગ કરી ગમે તેમ કરીને ધાક- ધમકી આપી લોકો ને હેરાન પરેશાન કરવાની ધટના સમગ્ર ગુજરાતમાં બનતી હોય છે.
ત્યારે આવી જ એક ધટના હાલ સાવરકુંડલાના યુવા કોગ્રેસ પ્રમુખ વિજય માળવી સાથે પણ બનવાના સમાચાર મળી રહ્યા છે એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ તેમાં રાજકોટ ભાજપના દિગ્ગજ નેતા પુર્વ ડેપ્યુટી મેયર પુર્વ ઓ.બી.સી નિગમ ચેરમેન નરેન્દ્ર સોલંકી દ્વારા ફોન કરી વિજય માળવી સાથે અભદ્ર ભાષામાં વર્તન કર્યું અને આડકતરી રીતે ધમકી આપી હોય તેવું વિજય માળવી જણાવ્યું હતુ કે, હાલ હુ એક સામાજિક પ્રસંગે સુરત ખાતે આવેલ હતો ત્યારે બે ચાર દિવસ રાતના 11 થી 12 વચ્ચે મને નરેન્દ્ર સોલંકી નો ફોન આવેલ અને મારી સાથે દુર વ્યહવાર કરવામાં આવ્યો હતો.
ઓડિયો ક્લીપમાં નરેન્દ્ર સોલંકી દ્વારા કહેવામાં આવ્યુ કે “મારે ધારાસભ્ય બનવું છે મિનિસ્ટર બનવું છે એટલે હું આ બધું કરી રહ્યો છું તેમાં તને શું વાધો છે” જ્યારે વિજય માળવી દ્વારા કહેવામાં આવ્યું કે, અમે એમના નામનો ઉલ્લેખ કોઈપણ જગ્યાએ કરેલ નથી છતાં પણ જુની અદાવત રાખી મને ફોન કરી ધમકી આપી દબાવામા આવી રહ્યો છે.
વિજય માળવી દ્વારા આગળ જણાવતા કહેવામાં આવ્યું કે ફોન કરનાર વ્યક્તિ માથાભારે” અને રાજકીય વગદાર અને રાજકોટ તથા સાવરકુંડલા માં એમની ઉપર હુમલાઓ ની અગાઉ પણ ફરિયાદ કરવામાં આવી હતી તેમાં હુ સાક્ષી તરીકે રહેતા તે જુની અદાવત રાખી મને ફોન કરી અભદ્ર ભાષા માં વર્તન કરી મને ધમકી આપવામાં આવી હતી તેના અનુસંધાન માં આજે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપના નેતાઓ આવી રીતે પોતાના પદ નો દુર ઉપયોગ કરી સામાન્ય માણસ કે પોતાની વિરોધ પાર્ટીના નેતાઓને દબાવવામાં માટેના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે શું આવા અસામાજિક તત્વોની છબી ધરાવતા નેતાઓ ઉપર ભાજપ હાઈ કમાન્ડ કોઈ કાર્યવાહી કરશે ખરા ?
આવનારા દિવસમાં 2022ની વિધાનસભા ચુટણીની તૈયારીમાં ભાજપ નેતાઓ તૈયારી કરી રહ્યા છે ત્યારે આવા નેતાઓ જો ગુજરાત ભાજપ કાઈ કાર્યવાહી નહીં કરે તે આની અશર ભાજપ ને આવનારી વિધાનસભા ચુટણી માં પણ પડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.