હાર્દિક પટેલના અંગત વિશ્વાસુ રહેલા કોંગ્રેસના ટોચના નેતાને ભાજપે બનાવ્યા પેજ પ્રમુખ

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે અને પક્ષ પલટાની મોસમ પણ જામી ગઈ છે. ત્યારે હવે થોડા દિવસ પહેલા કોંગ્રેસ(Congress)માંથી રાજીનામું ધરી દીધેલ યોગેશ…

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે અને પક્ષ પલટાની મોસમ પણ જામી ગઈ છે. ત્યારે હવે થોડા દિવસ પહેલા કોંગ્રેસ(Congress)માંથી રાજીનામું ધરી દીધેલ યોગેશ આર. પટેલ(Yogesh R Patel)ને ભાજપે પેજ પ્રમુખ બનાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે, યોગેશ પટેલ હાર્દિક પટેલ(Hardik Patel)ના અંગત વિશ્વાસુ પણ છે.

ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તક યોગેશ પટેલ ભાજપમાં જોડાયા છે. ધારાસભ્ય મુકેશ પટેલે કહ્યું છે કે, મતવિસ્તારના વોર્ડનં. ૧ ના બુથનં. ૨૯૬ મા શ્રી યોગેશભાઇ પટેલ તથા શ્રી પ્રતિમાબેન પટેલે કોંગ્રેસ પાર્ટી છોડી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો અને એમને આજે પેજ કમિટીના સદસ્ય બનાવ્યા.

થોડા દિવસ પહેલા જ આપ્યું હતું કોંગ્રેસમાંથી રાજીનામું:
થોડા દિવસ અગાઉ જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તથા ભારતીય કોંગ્રેસ સેવાદળના પ્રાથમિક સભ્ય તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ ઉપપ્રમુખ તથા સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ પદ પરથી યોગેશ આર. પટેલે રાજીનામું આપી દીધું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચુંટણી અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામાં પડવા લાગ્યા છે. જણાવી દઈએ કે, 10 વર્ષ યુથ કોંગ્રેસ, 12 વર્ષ સુરત શહેર કોંગ્રેસ સેવાદળ પ્રમુખ અને 3 વર્ષ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ પ્રભારી ઉપપ્રમુખના પદે રહી ચુકેલા યોગેશ આર. પટેલે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામુ ધરી દીધું હતું.

સાથે જ ઉમેરતા કહ્યું છે કે, છેલ્લા ઘણા સમયથી ગુજરાત કોંગ્રેસ સેવાદળની ઘણી મોટી કિંમતની જમીન મિલકતો છે તેના ઉપર કોંગ્રેસના નેતાઓની જરૂર છે જે વેચીને માલ ભેગો કરી લઈએ તેથી જુના સેવાદળના માણસોને આગળ કરતા નથી. વધુમાં આક્ષેપ કરતા તેમણે આ નેતાઓમાં અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળ પ્રમુખ લાલજી રબારી, ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયા વગેરે નેતાઓ આમાં સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *