ભાજપના મંત્રી કુમાર કાનાણીએ કહ્યું: પોલીસ દંડ કરશે તો વિરોધ કરીશું, સોશિયલ મીડિયામાં લોકોએ લીધા આડેહાથ- કહી દીધું એવું કે…

કોરોના કાળમાં લોકોના ધંધા ભાંગી પડ્યા છે અને આર્થિક પરિસ્થિતિમાં સપડાઈ ગયા છે. તેમાં પણ ખાસ ગરીબ અને મધ્યમ વર્ગની હાલત અત્યંત કફોડી બની છે તેમાં ગુજરાત રાજ્યના અનેક શહેરોમાં ટ્રાફિક નિયમના નામે  અગાઉથી જ આર્થિક પરિસ્થિતિ ભોગવી રહેલા લોકો પાસે મસમોટો દંડ ઉઘરાવી રહી છે.

ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ અંગે મંત્રી કુમાર કાનાણીએ શહેર ટ્રાફિક DCP પ્રશાંત સુંબેને પત્ર લખ્યો છે અને આ પત્રમાં લખતા જણાવ્યું છે કે, માસ્ક સિવાયના અન્ય દંડમાંથી જનતાને છૂટ આપવા માટેની રજૂઆત કરી છે. ત્યારબાદ ટ્રાફિક DCPને લખેલો પત્ર કુમાર કાનાણીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જ્યાં આ પત્રને લઈને તેમને ખુદને જ ટ્રોલ થવાનો વારો આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, તેમના વિસ્તારમાં એમ્બ્રોઇડરીના સાડીના પોટલા ટુ-વ્હીલર પર લઈને જતાં શ્રમિકો પાસેથી પોલીસ દંડ વસુલી રહી છે. જે વાત કુમાર કાનાણીને ધ્યાને આવતા તેમને આ અંગે શહેર ટ્રાફિક DCP જણાવતા કહ્યું છે કે શહેરમાં અમુક લોકોને ખાવાના પણ ફાંફા હોય ત્યારે આ પ્રકારના દંડ લેવા યોગ્ય નથી દંડ માત્ર માસ્કનો જ લેવામાં આવે જો હવે ટ્રાફિક પોલીસ બીજા દંડ ઉઘરાવશે તો ઉગ્ર વિરોધની ચીમકી મંત્રી દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

વરાછા વિસ્તારમાં એમ્બ્રોઈડરી અને સાડીઓ ઉપર ટીકી લગાડવાનું કામ ખૂબ મોટા પ્રમાણમાં ખુબ જ ધમધમી રહ્યું છે. લોકો ઘરે ઘરે સાડીઓ આપવા માટે બાઈક સહિતના નાના વાહનો પર પોટલા લઈને લોકો અવારનવાર અવરજવર કરતાં હોય છે. જેમાં પોલીસ ટ્રાફિક નિયમના આ ઉલ્લઘન સ્લીપ ફાડીને જનતા પાસેથી મસમોટો દંડ ઉઘરાવવામાં આવે છે.

સમગ્ર ટ્રાફિક દંડની રજૂઆત બાબતેનો પત્ર કુમાર કાનાણીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂક્યો હતો. જે બાદ અત્યાર સુધી દંડ ભરીને હેરાન થયેલા લોકોએ મંત્રી કુમાર કાનાણીને આડેહાથ લીધા હતા. લોકોએ કોમેન્ટ કરી અનેક સવાલો કર્યા હતા. તેમજ સાથે કહ્યું હતું કે, ચૂંટણી આવી એટલે રેલો આવ્યો લાગે છે તેવી પોસ્ટ પણ અમુક લોકોએ મૂકી હતી. એક યુઝર્સએ કહ્યું છે કે, AAP પાર્ટીના ડરથી હવે દંડ ન વસુલવાની વાત કહી હતી તો અન્ય યુઝર્સે કોઈ એ ચુંટણી આવે છે એટલે બધુ દેખાય છે તેવો મેસેજ કર્યો હતો. મોટા ભાગના યુઝર્સ કાનાણીને આડેહાથ લીધા હતા અને જેમાંથી કેટલાક લોકોએ કાનાણીના આ કાર્યને વખાણ્યું પણ હતું.

સોશિયલ મીડિયામાં યુઝર્સે એક સવાલ કર્યો હતો કે, ધારાસભ્ય અને રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી જો આ રીતે રજૂઆત કરતા હોય અને તેનું યોગ્ય રીતે અમલીકરણ કરવામાં ન આવતું હોય તો સામાન્ય પ્રજા સાથે ટ્રાફિક જવાનો કેવી મનમાની કરતા હશે તે પણ જાણી લેવું જોઈએ. એક બાજુ કુમાર કાનાણી વાત સાચી છે કે, હાલ કોરોનાને કારણે પરિસ્થતિ ખુબ જ ખરાબ છે તેમાં આ પ્રકારના દંડ યોગ્ય ન કહેવાય, પણ સાથે લોકોની પણ વાત સાચી છે કે દંડ ઘણા સમયથી વસૂલવામાં આવી રહ્યો છે ત્યારે ચૂંટણી આવતા જનતાનું હિત યાદ આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *