ભાજપના વધુ એક નેતાનો વિવાદિત વીડિયો સામે આવ્યો છે. આ વખતે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર ના વિધાનસભા ના ધારાસભ્ય ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. થોડા સમય અગાઉ નસીરુદ્દીન શાહના દેશમાં અસુરક્ષાનો ખતરો છે તે બાબતના પ્રત્યુત્તરમાં નિવેદન આપ્યું હતું કે, જે લોકોને દેશમાં રહેવાનો ડર લાગે છે તે લોકો ને મારી પાસે મોકલો હું તેમના પછવાડે મૂકીને ઉડાવી દઈશ પરંતુ મને એ માટે મંત્રી બનાવવો પડશે.
વિક્રમ સૈનીનું કહેવું છે કે આવા લોકો દેશદ્રોહી છે કે જે એમ કહે છે કે દેશમાં અમને ખતરો છે. અમને અહીંયા સુરક્ષિત અનુભવ નથી થઇ રહ્યો। હું કહેતો રહ્યો છું કે, આવા લોકોનો પણ કોઈ ઇંતેજામ કરવો પડે. જેથી આ લોકો માટે કડક બને તે લોકોને સજા નું પ્રાવધાન પણ બનાવવામાં આવે. આવા લોકોને દેશદ્રોહની શ્રેણી માં મુકવા જોઈએ.
એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે, મારી પાસે આવી જ છે. મારા ગામની ભાષા પણ આવી જ છે. તેમણે એ પણ સ્વીકાર્યું કે, તેમને મંત્રીપદ જોઈતું છે અને જો સરકાર તેમને કોઈ મંત્રાલય આપી દે તો તેઓ દેશદ્રોહી ને બોમ્બ થી ફોડી નાખશે। તેમણે દેશમાં આ અસુરક્ષિત હોવાનો અનુભવ કરવા વાળા સામે પણ પ્રશ્નાર્થ કર્યો। જેમનામાં દેશભક્તિની ભાવના નથી તેઓ જ આવું કહેતા હોય છે. જેમને અસુરક્ષાનો અનુભવ થતો હોય તે દેશ છોડીને ચાલ્યા જાય. પત્રકારોએ આગળ પૂછ્યું કે શું તમે માનવ બોમ્બથી લોકોને ઉડાવશો? ત્યારે સૈનીએ કહ્યું કે હું માનવ બૉમ્બ નહિ પરંતુ સેના પાસે જે બોમ્બ છે તેનો ઉપયોગ કરીશ। જોકે આ નિવેદન તેઓનું વ્યક્તિગત નિવેદન છે તેવી ચોખવટ પણ કરી.
Mujaffarnagar ના રામપુર ગામમાં 151 ફૂટ નો રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે ભૂમિપૂજન ગત ગુરુવારે જ યોગી આદિત્યનાથે કર્યું હતું। અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા હતા.