ગુજરાતના આ શહેરમાં ભાજપના ધારાસભ્ય જુગાર રમતા દારૂપાર્ટી કરતા રંગે હાથે ઝડપાયા- જાણો શું થશે સજા

પંચમહાલના શિવરાજપુર નજીક આવેલા ઝીમીરા રિસોર્ટમાં પોલીસે દરોડા પાડતા જુગાર રમતા 15 લોકોને રંગેહાથ ઝડપી લીધા છે. આ લોકો પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ પોલીસે હાથ ધર્યો છે. ઝડપાયેલા શખ્સો પૈકી ભાજપ માતર બેઠકના કેસરીસિંહ છે. આ તમામ લોકો જુગારની સાથે દારૂ પાર્ટી પણ કરી રહ્યા હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

આજે વાત કરીએ છે છેલ્લા ઘણા સમયથી ખેડા જિલ્લાના માતર ના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અનેક વાતો ને લઈ ને ચર્ચામાં તો રહ્યા છે જેમાં ખેડા જિલ્લામાં ચાલતું માટી ખનન હોય કે પછી રોડ રસ્તાના બજેટ મંજુર કરાવી રોડ નહીં બનાવા ના જેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે પણ આજે તો એક એવો કિસ્સો આ ધારાસભ્ય નો સામે આવ્યો છે કે લોકો કહી રહ્યા છે કે આ ધારાસભ્યને પ્રજાના કામો કરવા માટે ચૂંટયો છે ને આ ધારાસભ્ય રમી રહ્યો હતો જુગાર ? શુ આ છે ભાજપ ના ધારાસભ્યના સંસ્કાર ?

મળતી વિગતો અનુસાર પંચમહાલ એલસીબીએ બાતમીના આધારે હાલોલના શિવરાજપુર સ્થિત જીમીરા રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા. જેમાં દારૂ સાથે જુગારધામ ઝડપી પાડ્યું હતું. જેમાં એલસીબીએ માતરના ધારાસભ્ય સહિત 18 પુરૂષો અને 7 મહિલાને ઝડપી પાડી હતી. મહિલાઓમાં 3 નેપાળી અને બાકીની સ્થાનિક છે. જ્યારે એલસીબીએ દારૂની 9 બોટલ પણ કબજે કરી છે. પોલીસે ધારાસભ્ય સહિતના ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

ખાસ અગત્યની એક જોગવાઈ એ જાણવા જેવી છે કે આ કાયદાની કલમ 9 મુજબ કોર્ટમાં જુગાર રમવાનો ગુનો સાબિત કરવા માટે પૈસા વડે જ જુગાર રમતા હતા એવું સાબિત કરવું જરૂરી નથી, મતલબ કે કલમ – 9 મુજબ પૈસા વગર રમતા હોય તો પણ એ જુગાર તરીકે ગણી શકાય છે.

જુગારનો કેસ કોર્ટમાં સાબિત થાય અથવા આરોપી કોર્ટમાં ગુનો કબુલ કરી તો પ્રથમા વખતના ગુના માટે 500 રૂપિયા દંડ અને વધુમાં વધુ 3 મહિના કેદની સજાની જોગવાઈ છે. તેમજ જો બીજીવારનો ગુનો હોય તો છ મહિના કેદની સજા અને 200 રૂપિયા દંડ ની જોગવાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *