સુરત(Surat): કામરેજ(Kamrej)ના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા(vd zalavadiya)ની મિલકત જપ્ત(Property confiscation) કરવાનો કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. અમે તમને જણાવી દઈએ કે, સીમાડા પાસે ભાજપના વીડી ઝાલાવાડિયાની રોંગ સાઈડમાં પાર્ક ટ્રકમાં ઘુસી જતા એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારે હવે વળતર નહિ ચુકવવામાં આવતા મિલકત જપ્ત કરવાનો કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
કોર્ટે આપ્યો મિલકત જપ્તીનો આદેશ:
આ અકસ્માતમાં 15 લાખનું વળતર નહિ ચુકવતા 27.75 લાખની મિલકત જપ્તીનો આદેશ કરવામાં આવ્યો છે. એટલે કે અકસ્માતનું વળતર નહિ ચુકવવામાં આવતા મિલકત જપ્તીનો આદેશ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
જાણો શું છે સમગ્ર મામલો?
સમગ્ર અકસ્માતની વાત કરવામાં આવે તો સીમાડા પાસે રોંગ સાઈડમાં પાર્ક કરેલી ટ્રકમાં ઘુસી જતા એક યુવકનું મોત થયું હતું. સાથે જ ટ્રકની પાર્કિંગ લાઈટ પણ શરુ ન હતી. જેના કારણે આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માતમાં 15 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો પણ નહિ ચુકવવામાં આવતા હવે વી.ડી.ઝાલાવાડિયાની 27.75 લાખની મિલકત જપ્ત કરવાનો કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
જાણો શું કહ્યું વી.ડી.ઝાલાવાડિયાએ?
ભાજપના વીડી ઝાલાવાડિયાએ મીડિયા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવતા કહ્યું કે, આ ટ્રક મેં ઘણા વર્ષો પહેલા જ વેચી દીધી હતી. ઘટના એવી બની હતી કે, એ ભાઈ કઈ બાઈક લઈને જતો હશે અને કુતરું એમની પાછળ દોડ્યું હતું અને ટ્રક ત્યાં સાઈડ ઉપર ઉભેલી હતી અને તે યુવક પાછળથી અથડાઈ ગયો હતો અને હેમરેજ થય ગયું હતું. ત્યારે હવે મારા ધ્યાન પર આવ્યું છે એટલે હવે અમે કોર્ટમાં જવાબ આપીશું અને વકીલ મારફતે કોર્ટમાં જશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.