અમરેલીના સાંસદને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરનાર રાજસ્થાનથી ઝડપાયો, આ રીતે આપ્યો ઘટનાને અંજામ

જોવા જઈએ તો ગુજરાત (Gujarat) માં સાયબર ક્રાઇમ (Cybercrime) ની ફરિયાદ દિવસેને દિવસે વધી રહી છે અને હનીટ્રેપ (Honeytrap) ના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે અમરેલીના સાંસદ નારણ કાછડીયા (Amreli MP Naran Kachdia) હનીટ્રેપના ભોગ બન્યા હતા. સાંસદ નારણ કાછડીયાના મોબાઈલ પર અજાણ્યા વ્યક્તિ દ્વારા વીડિયો કોલ આવ્યો હતો. જયારે સાંસદે કોલ ઉપાડ્યો ત્યારે સામેની વ્યકિત નિવસ્ત્ર હતી ત્યારે સાંસદે ફોન કાપી નાખ્યો હતો, અને સાંસદનો વિડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ સાંસદના અંગત મદદનીશ આ બનાવ અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી હતી. પોલીસે તાત્કાલિક તપાસ કરતા સાયબર ક્રાઇમના આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડયો હતો.

થોડા સમય પહેલા અમરેલીના સાંસદ નારણ કાછડીયાના મોબાઈલ પર અજાણી વ્યકિતનો વીડિયો કોલ આવ્યો હતો. જયારે વીડિયો કોલમાં સામેની વ્યક્તિ નિવસ્ત્ર જોવા મળી હતી. ત્યારે સાંસદે તરત કોલ કાપી નાખ્યો હતો. પછીથી સાંસદને બ્લેકમેઇલ અને રૂપિયા ના આપે તો વીડિયો વાયરલ કરવાની ધમકીઓ મળી હતી. જયારે સાંસદના અંગત મદદનીશ દ્વારા આ બનાવની અમરેલી પોલીસને વિગત જણાવી અજાણી વ્યક્તિ પર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે અમરેલી પોલીસે અજાણ્યા નંબરની સાયબર ક્રાઇમને તપાસ સોંપી અને સાયબર ક્રાઇમ અને અન્યની મદદ લઈ સાયબર ક્રાઇમનો ગુનો કરનાર વ્યક્તિને રાજસ્થાનના અલવર ખાતેથી આરોપીને પકડી પાડયો હતો.

પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ આચનાર વ્યકિતનો નંબર ટ્રેસ કરતા રાજસ્થાનના અલવરથી ટ્રેસ થયો હતો અને અલવર ખાતેથી આરોપીને ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસ કરતા આરોપીએ તેનું નામ સાદિક હોવાનું જણાવ્યું હતું. ત્યારે હાલમાં આરોપીની પૂછપરછ ચાલુ છે.

અમરેલી પોલીસે જણાવ્યું છે કે, સાયબર ક્રાઇમનો કોઈ પણ વ્યકિત સાથે આવી ઘટના કે ભોગ બન્યા હોય તો તરત જ પોલીસને જાણ કરાવી જેથી સાયબર ક્રાઇમ ને અટકાવી શકાય. અશ્વિલ વીડિયો કોલ કરીને વ્યક્તિઓને બદનામ કરીને રૂપિયા પડવાવવામાં આવે છે, જેવી અનેક ઘટનાઓ સામે આવી છે. આવી ઘટનાઓનું ભોગ બનનાર વ્યક્તિઓ પોલીસ જોડે પહોંચવામાં શરમ અનુભવે છે અને મોડું કરે છે. જો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે તો આવી ઘટનાઓને અટકાવી શકાય છે. જો અજાણ્યા નંબરનો વીડિયો કોલ ઉપાડવામાં ન આવે તો આવી ઘટના અટકાવી શકાય છે. જયારે આવી ઘટનાને જોઈને લોકો હવે કેટલા જાગૃત બને છે એ જોવાનું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *