ભાજપના ધારાસભ્યના ભાઈ પર લાગ્યો છેડતી અને ચપ્પલ ચોરીનો આરોપ, પોલીસે કરી એવી કાર્યવાહી કે…

દેશના નેતાઓ અને તેમના પરિવારો વિરુદ્ધ ચોરી અથવા ભ્રષ્ટાચારના આરોપો નવા નથી. પરંતુ, ઉત્તર પ્રદેશથી એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ભાજપના ધારાસભ્યના ભાઈ પર ચપ્પલ ચોરવાનો આરોપ લાગ્યો છે. મળતી માહિતી મુજબ યુપીમાં સિદ્ધાર્થનગરથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્યામધની રાહીના મંદિરના પરિસરમાંથી ભક્તોની ચપ્પલ ચોરવાનો આરોપ છે. ફરિયાદીએ ધારાસભ્યના ભાઈ શિવપ્રસાદ ઉર્ફે ત્યાગી પર મંદિર પરિસરમાં મહિલાઓની છેડતીનો ગંભીર આરોપ પણ લગાવ્યો છે. આ અંગે સિદ્ધાર્થનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર, સિદ્ધાર્થનગરમાં શ્રી સિદ્ધેશ્વરી દેવી મંદિરના નિર્દેશક આચાર્ય દુર્ગેશ મિશ્રા દિવ્યાંશુએ ભાજપના ધારાસભ્યના ભાઈ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સદર ધારાસભ્ય શ્યામધની રાહીના ભાઈ શિવપ્રસાદ ઉર્ફે ત્યાગી પાસેથી અનેક વખત ચોરી કરેલા મોબાઇલ અને ભક્તોના ચપ્પલ મળી આવ્યા છે.

આટલું જ નહીં, જ્યારે શંભુ નામના વ્યક્તિનો મોબાઇલ ચોરાયો હતો. ત્યારે શિવપ્રસાદ ઉર્ફે ત્યાગીને પૂછવામાં આવ્યું હતું. તેણે ધાક સાથે કહ્યું હતું કે- હા, મેં મોબાઈલ લીધો છે. તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ પણ હું નહિ આપું. હું ધારાસભ્યનો ભાઈ છું, હું જે ઇચ્છું તે કરીશ.

ફરિયાદમા એવો દાવો કર્યો છે કે આ પહેલા પણ જ્યારે મંદિરના સંચાલકને ચોરેલા મોબાઈલ અને ચંપલ મળી આવ્યા હતા ત્યારે તેઓ ધારાસભ્ય શ્યામધની રાહીના ભાઈ પાસેથી મળી આવ્યા હતા. આ વસ્તુઓ ભક્તોને પરત આપી દેવામાં આવી છે અને તેમની માહિતી પોલીસ મથકે ઘણી વાર આપવામાં આવી છે પરંતુ પોલીસ ધારાસભ્યના ભાઈ સામે કોઈ નક્કર કાર્યવાહી કરતી નથી.

સંચાલકે ફરિયાદ પત્રમાં એમ પણ જણાવ્યું છે કે માત્ર મોબાઈલ, હેલ્મેટ, ચપ્પલ વગેરે ચોરી કરવામાં આવે છે. આ સાથે મંદિર પરિસરમાં આવનારી મહિલા ભક્તોની પણ છેડતી કરવામાં આવે છે. છેડતીની ફરિયાદ કર્યા પછી પણ પોલીસ તેને ગંભીરતાથી લેતી નથી. મંદિરના સંચાલકે માંગ કરી છે કે મંદિર પરિસરમાં સ્થાપિત સીસીટીવી કેમેરાની તપાસ કરતી વખતે ધારાસભ્યના ભાઇ શિવપ્રસાદ ઉર્ફે ત્યાગી વિરુદ્ધ એફઆઈઆર નોંધીને યોગ્ય કાર્યવાહી કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *