ભાજપના સિનીયર નેતાનું રાજીનામું, અમિત શાહને પત્ર લખીને કહ્યું, “વાજપેયીની વિચારધારાને ભાજપ ભુલી ગયો છે”.

Published on: 6:35 am, Wed, 16 January 19

અરુણાચલ પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપનાં સિનીયર નેતા ગેગોંગ અપંગે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ અને ભાજપનાં રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહને એક પત્ર લખીને કહ્યું કે, ભાજપ હવે તેના સિદ્ધાંતોને ભુલી ગયુ છે. વાજપેયીની વિચારધારાને ભાજપ ભુલી ગયો છે”.

પત્રમાં શું લખ્યું ?

તેમણે પત્રમાં લખ્યુ કે, “મને એ જાણીને દુખ થાય છે કે, ભારતીય જનતા પાર્ટી હવે અટલ બિહારી વાજયેયીનાં સિદ્ધાંતોને ભુલી ગયો છે. ભાજપ હવે સત્તા મેળવવાનું કેન્દ્ર બની ગયો છે. પાર્ટીમાં વિકેન્દ્રિકરણ રહ્યુ નથી અને લોકશાહી વ્યવસ્થાને નકારે છે. જે સિદ્ધાંતો પર પાર્ટી રચાઇ છે તે વિસરાઇ ગયા છે”.

પૂર્વ મુખ્યમંત્રીએ એવો પણ આક્ષેપ કર્યો કે,

2014માં અરુણાચલ પ્રદેશમાં ભાજપને જનાદેશ મળ્યો નહોતો પણ ભાજપનાં નેતાઓએ એનકેન પ્રકારે દાવપેચ કરી કાલિખો પુલને મુખ્યમંત્રી તરીકે નિમ્યા. કાલિખો પુલે આત્મહત્યા કરી તેની યોગ્ય તપાસ પણ ન થઇ. તમામ નૈતિકત્તાને બાજુ પર મૂકીને ઉત્તર-પુર્વિય રાજ્યોમાં ભાજપે તેની સરકારો બનાવી છે”.

ગેગોંગ અપંગે એવો પણ દાવો કર્યો કે,

નવેમ્બરમાં ભાજપનાં કારોબારીની મિટીંગ મળી ત્યારે ભાજપનાં જનરલ સેક્રેટરી રામ માધવે પાર્ટીનાં ઘણા કાર્યકરોને આવવા પણ ન દીધા અને તેમનો મત રજૂ કરવા ન દીધો.”

આ વિચારધારા પાર્ટીની નથી

“ચૂંટણી પહેલા પેમા ખંડૂનું મુખ્યમંત્રીનાં ઉમેદવાર તરીકેનું નામ જાહેર કરીને પાર્ટીને લોકશાહી પ્રક્રિયાને તોડી છે. ભાજપ એ કાર્યકરોની પાર્ટી છે. આ પહેલા ભાજપે હંમેશા ચૂંટાયેલા પ્રતિનિધીઓને પુછીને મુખ્યમંત્રી બનાવ્યા છે. આ વિચારધારા પાર્ટીની નથી.” પૂર્વ મુખ્યમંત્રી અને સિનીયર ભાજપના નેતાએ વધુ બળાપો કાઢતા લખ્યું.

તેમણે વધુમાં કહ્યું કે, મોદી સરકારે મહત્વનાં મુદ્દાઓ જેવા કે નાગા પિસ ટોક, છકમા-હજોંગ મુદ્દો, સિટીજનશીપ બીલ, ટેલિકોમ્યુનિકેશન અને ડિજીટલ કેનેક્ટિવીટીનાં પ્રશ્નો, પાડોશી દેશો સાથેનાં સૂમેળ ભર્યા સંબધો વિશે ખાસ કાંઇ કર્યુ નથી”.

અમિત શાહ અને નરેન્દ્ર મોદીને કરી અપીલ

ગેગોગેં અમિત શાહ અને નરેન્દ્ર મોદીને અપીલ કરતા લખ્યુ કે, વાજપેયીનાં રાજધર્મને યાદ કરો અને ઇતિહાસ તમને યોગ્ય રીતે જોશે’.