રાતોરાત કેબિનેટ મંત્રી બનેલા બાવળિયાને સતાવી રહ્યો છે ચૂંટણી હારવાનો ડર, જાણો હકીકત…

જસદણ કોંગ્રેસની પરંપરાગત બેઠક છે. જ્યાં અત્યાર સુધી પ્રજાએ કોગ્રેસના પંજાને આવકાર્યો છે. ભાજપ ભલે કુંવરજી બાવળીયાને કોંગેસમાંથી લાવવામાં સફળ થયું હોય, પરંતુ પ્રજાનો મૂડ…

જસદણ કોંગ્રેસની પરંપરાગત બેઠક છે. જ્યાં અત્યાર સુધી પ્રજાએ કોગ્રેસના પંજાને આવકાર્યો છે. ભાજપ ભલે કુંવરજી બાવળીયાને કોંગેસમાંથી લાવવામાં સફળ થયું હોય, પરંતુ પ્રજાનો મૂડ કોંગ્રેસ તરફી છે.

તાજેતરમાં જ યોજાયેલી જસદણ તાલુકા પંચાયચની ચુંટણીમાં કોગ્રેસનો વિજય થયો હતો. જેને પગલે કોઈપણ ભોગે આ બેઠક કબ્જે કરવા ભાજપે કુંવરજી બાવળીયાના ગઢ મનાતા જસદણની પેટાચૂંટણી માટે 18 દિગ્ગજોને કામે લગાડી દીધા છે.

અમિત શાહની પ્રદેશ સંગઠનની બેઠક બાદ તંત્ર અચાનક હરકતમાં આવી ગયુ છે. લોકસભાની બેઠક દીઠ પ્રભારી ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જની જાહેરાત કરવામાં આવી હતી અને શનિવારે કમલમ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ સીએમ હાઉસમાં ચર્ચા બાદ જસદણની પેટાચૂંટણી માટે 18  હોદ્દેદારોની ટીમની જાહેરાત કરી હતી. ભાજપ દ્વારા આ પ્રથમ વખત કોઇ પેટાચૂટંણી માટે આટલી મોટી ટીમની જાહેરાત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *