ચીન-પાક.ને PM મોદીની કડક ચેતવણી : ભારત ના છેડે છે, ના તો છોડે છે

દેશની પહેલી પરમાણું સબમરીન આઈએનએસ અરિહંતે પોતાનું પહેલું પેટ્રોલિંગ અભિયાન સફળતાપૂર્વક પુરૂ કરી લીધું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઈએનએસ અરિહંતને દેશને સમર્પિત કરતા…

દેશની પહેલી પરમાણું સબમરીન આઈએનએસ અરિહંતે પોતાનું પહેલું પેટ્રોલિંગ અભિયાન સફળતાપૂર્વક પુરૂ કરી લીધું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઈએનએસ અરિહંતને દેશને સમર્પિત કરતા ધનતેરસની ભેટ ગણાવી હતી. આ પ્રસંગે મોદીએ અરિહંતનો અર્થ સમજાવી દુશ્મન દેશોને સાવચેત પણ કર્યા હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વગર જ કહ્યું હતું કે પાડોશમાં પરમાણું હથિયારો વધવાની સ્થિતિ વચ્ચે ભારતે પણ વિશ્વસનિય પરમાણું ક્ષમતા વધારવાની ખુબ જ જરૂર છે. અરિહંત મારફતે પડકારોનો સામનો કરવામાં સક્ષમ બનીશું અને સણસણતો જવાબ પણ આપી શકીશું.

ભારતની પહેલી સ્વદેશી પરમાણું સબમરી આઈએનએસ અરિહંતે આજે તેનું પહેલું અભિયાન સફળતાપૂર્વક પુરૂ કર્યું હતું. પોતાનું પહેલું અભિયાન પુરૂ કર્યા બાદ પરત આવેલી આ શક્તિશાળી સબમરીનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સમર્પિત કરી હતી. આ સાથે તેમણે ચીન અને પાકિસ્તાનને કડક ચેતવણી પણ આપી હતી.

ચેતવણી ભર્યા સ્વરમાં તેમણે કહ્યું હતું કે, અરિહંતનો અર્થ જ દુશ્મનોનો નાશ થાય છે. આઈએનએસ અરિહંત સવા સો કરોડ ભારતીયોની સુરક્ષાની ગેરેંટ સમાન છે.


વડાપ્રધાને કહ્યું હતું કે, આ આપણા માટે મોટી સફળતા છે. આ ભારતના દુશ્મનો તેમજ શાંતિના દુશ્મનોને ખુલ્લો પડકાર છે કે તે કોઈ જ દુસ્સાહસ ના કરે. અરિહંત એ ન્યૂક્લિયર બ્લેકમેઈલિંગનો જવાબ હશે.

અરિહંત આવનાર સમયમાં ભારત માટે મહત્વપૂર્ણ પગલું ગણાશે. તેમણે ચીન અને પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું હતું કે, ભારત કોઈને છંછેડતું નથી, પરંતુ જો કોઈ છેડે તો તેને છોડતું પણ નથી. અમારો પરમાનું પ્રસાર આક્રમણનો ભગા નથી, પરંતુ સુરક્ષાનુ હથિયાર જરૂર છે. શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે આપણી પરમાણું ક્ષમતા ખુબ જ મહત્વ ધરાવે છે.

તેમણે કહ્યું હતું કે, વિશ્વ શાંતિ માટે ભારતનું યોગદાન સૌથી વધારે રહ્યું છે અને ભવિષ્યમાં પણ રહેશે. દુનિયા પણ જાણે છે અને તેને વિશ્વાસ પણ છે કે ભારત એક જવાબદાર પરમાણું રાષ્ટ્ર છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારત અને દરેક ભારતીયનું મસ્તક ફરી એકવાર ઉંચુ થાય છે. હું અરિહંત સાથે સંકળાયેલા તમામ લોકોને ખુબ ખુબ અભિનંદન આપુ છું. તમે દેશની સુરક્ષા માટે પોતાના અભિયાનને પૂરૂ કર્યું છે. તમારી સુરક્ષા નિર્ભયતાનો સંદેશ લઈને આવે છે.

પીએમએ કહ્યું હતું કે, ન્યૂક્લિયર ટ્રાઈએંગલની સ્થાપના પર મને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલાલની યાદ આવી ગઈ. અરિહંતની સફળતા બદલ પીએમએ દેશવાસીઓને પણ અભિનંદન આપ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *