દેશમાં વધી રહેલા સંક્રમણને કારણે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને આ કોરોનાના આંતકને કારણે કેટલાય માસુમ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એવું કહી શકાય કે કોરોનાની બીજી લહેર ખુબ ઘાતક નીવડી રહી છે. સમગ્ર દેશમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોના બેડ ફૂલ થઈ રહ્યા છે અને ઓક્સિજનની પણ અછત જોવા મળી રહી છે ત્યારે બીજી બાજુ ઓક્સિજનની અછતને કારણે કેટલાય લોકોના મોત થઈ ચુક્યા છે. ત્યારે આજે ફરીવાર એક ઘટના બની. જેમાં ઓક્સીજન ન મળવાને કારણે 24 લોકોના મોત થયા.
આ સમગ્ર ઘટના કર્ણાટક રાજ્યમાં બની છે. જ્યાં કર્ણાટક રાજ્યના ચામરાજનગરમાં એક હોસ્પીટલ આવેલી છે. આ ઘટના ગઈકાલ એટલે કે રવિવારની છે. ચામરાજનગરમાં આવેલ હોસ્પીટલમાં ઓક્સિજનની ભારે તંગીને કારણે અહિયાં 24 દર્દીઓ મોતને ભેટ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ મૈસુરથી ચામરાજનગર 250 ઓક્સીજનના સીલીન્ડર મોકલવામાં આવ્યા હતા.
કર્ણાટકમાં આવેલ ચામરાજનગરમા આવેલ આ હોસ્પિટલને બેલ્લારીના પ્લાન્ટ માંથી ઓક્સિજનનો જથ્થો મળવાનો હતો, પરંતુ ઓક્સીજન આવવામાં મોડું થયું જેને લીધે આ મોટી ઘટના ઘટી અને તેમાં 24 દર્દીઓના મૃત્યુ થયા. મળતી માહિતી અનુસાર જે લોકોના મોત થયા છે, તેમાંથી મોટાભાગના દર્દીઓ વેન્ટિલેટર પર હતા. ઓક્સિજનનો જથ્થો પૂર્ણ થતા જ દર્દીઓ તડપી તડપીને મરી રહ્યા હતા. પોતાના જ પરિવારજનોને પોતાની આંખ સામે તડપી તડપીને મરતા જોતા પરિજનો ખુબ જ દુખી થયા હતા.
સમગ્ર ઘટના ઘટી એ પરથી કહી શકાય કે જો ઓક્સિજનનો જથ્થો સમયસર હોસ્પિટલ પહોચ્યો હોત તો ઘણા દર્દીઓના જીવ બચી શકત. પણ ઘોર બેદરકારીને લીધે 24 જેટલા માસુમ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
આ પહેલા પણ એક ઘટના બની હતી જેમાં કાલાબુર્ગીના કૈબીએન હોસેપિટલમાં ઓક્સિજનની તંગીના કારણે 4 દર્દીઓના મૃત્યુ થયા હતા. ત્યારે આજ દિવસે લાઈટ જતા યદગીર સરકારી હોસ્પીટલમાં વેન્ટીલેટર પર રહેલા એક દર્દીનું મોત થયું હતું. છેલ્લા સાત દિવસમાં કર્ણાટકની અનેક હોસ્પીટલમાં ઓક્સિજનની ભારે અછતના કારણે ઘણા દર્દીઓ મોતને ભેટ્યા છે. આ એક ખુબ જ ગંભીર બાબત કહી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.