ગુજરાત(Gujarat): રાજ્યમાં એક તરફ દારૂબંધી(Prohibition of alcohol) છે અને આ બધાની વચ્ચે લખપત ભાજપ(BJP)ના તાલુકા સભ્ય દારૂ પીતા ઝડપાતા ચર્ચાનો વિષય બન્યો છે. પત્નીની ફરિયાદના આધારે પોલીસ દ્વારા ભાજપના તાલુકા સભ્ય હેમેન્દ્ર જનસારી(Hemendra Jansari)ની અટકાયત કરવામાં આવી છે. મળતી પ્રાથમિક માહિતી અનુસાર, ભાજપના તાલુકા પંચાયતના સભ્ય હેમેન્દ્ર જનસારી દારૂ પીતા ઝડપાયાના સમાચાર સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર, તેમના પત્ની સાથે સામાન્ય બાબતને લઈને હેમેન્દ્ર ભાઈને ઝઘડો થયો હતો. આ ઝઘડા પછી તેમના પત્નીએ પોલીસ સ્ટેશમાં ફરિયાદ કરી હતી. પત્નીની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તાલુકા ભાજપ સદસ્યની અટકાયત કરી લેવામાં આવી છે તેમજ હેમેન્દ્ર વિરુદ્ધ દારૂ રાખવાનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, ગુજરાતમાં તો દારૂબંધી છે છતા કેમ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે? શું આમ થશે ગુજરાતમાં દારૂબંધી? ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છતા કેવી રીતે દારૂનું વેચાણ થઇ રહ્યું છે? ગુજરાતમાં દેશી દારૂની હાટડીઓ કેમ ધમધમી રહી છે? દારૂબંધીના નિયમના કેમ ઉડી રહ્યા છે લીરેલીરા?
અત્રે ઉલ્લેખનીય છે કે, હવે તો સતા પક્ષના નેતાઓ પણ દારૂના નશામાં ટલ્લી થઇને ઘરમાં જ ઝઘડાઓ કરી રહ્યા છે. આ નેતાઓ પાસે દારૂ આવે છે કેવી રીતે તે પણ પોલીસ માટે એક તપાસનો વિષય બન્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.