ભારતની NDRF ટીમ તુર્કી માટે બની સંકટમોચન- જુઓ કેવી રીતે કાટમાળમાં દટાયેલી 6 વર્ષની બાળકીને સુરક્ષિત બહાર કાઢી

Turkey Syria Earthquake: તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં ફસાયેલા લોકોને મદદ પહોંચાડવા માટે ભારત દરેક સંભવ પ્રયાસ કરી રહ્યું છે. મુશ્કેલીની આ ઘડીમાં ભારતે તુર્કી અને સીરિયાના લોકોની મદદ માટે NDRF અને આર્મી મેડિકલ ટીમ(Army Medical Team) મોકલી છે.

ભારતના ‘ઓપરેશન દોસ્ત’ હેઠળ ભૂકંપ રાહત પ્રયાસો માટે બચાવકર્મીઓ, આવશ્યક ચીજવસ્તુઓ અને તબીબી સાધનોને લઈને ભારતનું છઠ્ઠું વિમાન તુર્કી પહોંચ્યું છે. છઠ્ઠી ફ્લાઇટ દ્વારા રેસ્ક્યુ ટીમ, ડોગ સ્ક્વોડ અને આવશ્યક દવાઓ મોકલવામાં આવી છે.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) પણ તુર્કીમાં રાહત કામગીરી કરી રહી છે. દરમિયાન, ગુરુવારે ગૃહ મંત્રાલયના ટ્વિટર હેન્ડલ દ્વારા એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં જોઈ શકાય છે કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે ગંજીઆટેપમાં ઈમારતના કાટમાળમાંથી 6 વર્ષની બાળકીને સફળતાપૂર્વક બહાર કાઢી હતી. ગ્રાઉન્ડ ઝીરો પર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિડીયોને ગૃહમંત્રી અમિત શાહે પણ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કર્યો હતો. વિડીયો શેર કરતા અમિત શાહે લખ્યું, ‘અમને NDRF પર ગર્વ છે. તુર્કીમાં રેસ્ક્યુ ઓપરેશનમાં ટીમ IND-11એ ગંજાયટોપ શહેરમાં છ વર્ષની બાળકી બેરેનનો જીવ બચાવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, અમે NDRFને વિશ્વની અગ્રણી ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ બનાવવા માટે કટિબદ્ધ છીએ.

ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વીટ કર્યું, “ભારત આ કુદરતી આફતમાં તુર્કીની સાથે છે. ભારતની NDRF ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર બચાવ અને રાહત કામગીરી કરી રહી છે. ટીમે નૂરદગીમાં કાટમાળ નીચે દટાયેલી બાળકીને સફળતાપૂર્વક બચાવી હતી. આ સાથે ગૃહ મંત્રાલયે આ બાળકીને કેવી રીતે બચાવી તેનો વીડિયો પણ પ્રસારિત કર્યો છે. વીડિયોમાં NDRFના જવાનો ધાબળામાં લપેટાયેલા માસૂમને લઈ જતા જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *