આતંકવાદીઓને ફંડિંગ કરતી કંપની પાસેથી જ ચૂંટણી ફંડ લઈને આતંકવાદ ખતમ કરવાની બોગસ નીતિ ને ભાજપ પોતાની આતંકવાદ વિરોધી નીતિ ગણાવે છે. ખરેખર ભારતીય જનતા પાર્ટી દેશની જનતાને મૂર્ખ સમજે છે. એક રીતે તો આતંકવાદીઓને ફંડિંગ કરતી કંપની એ ભાજપને ફંડ આપીને ભગવા આતંકવાદને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે. ભાજપે આતંકવાદીઓને ફન્ડિંગ કરતી કંપની પાસેથી ઇલેક્ટોરલ બોન્ડ સ્વરૂપે ચૂંટણી ફંડ લીધું છે જેના પુરાવા પણ સામે આવી ગયા છે.
આ ખુલાસો ચૂંટણીપંચ દ્વારા રાજકીય પાર્ટી ને મળેલા ડોનેશનના વિવરણ માં થયો છે. આ માહિતી અનુસાર 2014-15 માં આર.કે.ડબલ્યુ ડેવલપર્સ લિમિટેડ દ્વારા ભાજપને 10 કરોડ રૂપિયા ચૂંટણી ફંડ મળ્યો છે. આ ફંડ પાર્ટીને મુંબઈની એક્સિસ બેન્ક ની બાંદ્રા બ્રાન્ચ માંથી મળ્યું છે. પાર્ટીને ચૂંટણી ફંડ આપનાર સંસ્થાઓની યાદી માં આર.કે.ડબલ્યુ ડેવલોપર્સ નું નામ 26માં સ્થાને છે.
આર.કે ડબલ્યુ ડેવલપર કંપનીના માલિક ધીરજ વધાવન છે. આજ ધીરજ વધાવન એચ.ડી.આઈ.એલ ના પણ માલિક છે. એચ.ડી.આઈ.એલ એ જ કંપની છે કે જેના વિરુદ્ધ પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ બેન્ક નો કેસ ચાલી રહ્યો છે. પીએમસી બેન્ક કૌભાંડમાં જ ધીરજ વધાવન ના પરિવારના બે શખ્સોની ધરપકડ થઈ ચૂકી છે. આર.કે ડબલ્યુ ડેવલોપર્સ ના અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને તેના સહયોગી ઇકબાલ મિરચી ની કંપની સાથે ના સંબંધોની પણ તપાસ થઇ રહી છે.
આર.કે ડબલ્યુ ડેવલોપર્સ પર દાઉદ અને તેની સાથી કંપની સાથે કરોડો રૂપિયાની લેવડ-દેવળ નો આરોપ છે. આર.કે ડબલ્યુ ડેવલપર્સ ના પૂર્વ ડાયરેક્ટર રણજીત બિન્દ્રા ની ઈડી દ્વારા અંડરવર્લ્ડ સાથે પૈસાની લેવડ-દેવડ મામલે ધરપકડ કરવામાં આવી હતી. બિન્દ્રા પર આતંકી ફંડિંગ નો કેસ ચાલી રહ્યો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર બિન્દ્રા ઇકબાલ મિરચી અને કંપનીઓ વચ્ચે એજન્ટની ભૂમિકા અદા કરતો. ભાજપને ફાળો આપનાર કંપની પર 1993ના મુંબઈ બોમ્બ ધમાકા ના આરોપી ઇકબાલ મિરચી ની સંપત્તિ ખરીદવાનો આરોપ છે. આર.કે ડબલ્યુ ગ્રુપે ઇકબાલ મિરચી ની વેચવામાં પણ સહયોગ આપ્યો છે. ઈડી દ્વારા આર.કે ડબલ્યુ ગ્રુપ સાથે થયેલ ડીલમાં શિલ્પા શેટ્ટી ના પતિ રાજ કુંદ્રા ની પણ પૂછપરછ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.