હવે જાહેરમાં થુંકવું અને પેશાબ કરનારને મળશે સજા,સ્પેશ્યલ ટીમની રહેશે નજર. જાણો કોણ કોણ છે આ ટિમમાં

હવે શહેરમાં આડેધડ વાહન પાર્કિગ, કચરો, પેશાબ, ગેરકાયદેસર પોસ્ટર લાગવનાર અને જાહેરમાં થૂંકનાર વ્યક્તિ પાસેથી એ જ જગ્યા પર દંડ વસૂલવામાં આવશે. cac5250702ba404ae7241216377c26dd જો વ્યક્તિ…

હવે શહેરમાં આડેધડ વાહન પાર્કિગ, કચરો, પેશાબ, ગેરકાયદેસર પોસ્ટર લાગવનાર અને જાહેરમાં થૂંકનાર વ્યક્તિ પાસેથી એ જ જગ્યા પર દંડ વસૂલવામાં આવશે.

જો વ્યક્તિ દંડ ચૂકવણીની ના પાડે તો તેને મેજિસ્ટ્રેસ્ટ સામે હાજર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

શહેરના સ્વચ્છતા અને ટ્રાફિક નિયમોનું યોગ્ય રીતે પાલન થાય તે માટે મ્યુનિશિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ (JET)ની રચના કરવામાં આવી છે.

10 જૂનથી ઇ-રિક્ષા દ્વારા શહેરના તમામ 48 વોર્ડમાં ચેકિંગ કરવામાં આવશે. ટીમમાં ડ્રાઈવર સાથે પોલીસના જવાન, મ્યુનિ. એસ્ટેટ ખાતાના ઈન્સ્પેક્ટર, હેલ્થ વિભાગ સેનેટરી સબ ઓફિસર સહિત 5 સભ્યો હશે. ટીમ જાહેરમાં ગંદકી, કચરો, થૂંકનાર, પેશાબ કરનાર, દબાણ અને ટ્રાફિકના નિયમોનું પાલન ના કરનાર પાસેથી દંડ વસૂલશે. દંડ નહીં ભરનારને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી કાયદાકીય કાર્યવાહી કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *