થોડા સમય પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના દુમકામાં યોજાયેલી પોતાની રેલીમાં ભાષણ આપતા કહ્યું હતું કે, નાગરિકતા સંશોધન કાનૂનનો વિરોધ કરનારાઓને તેમના કપડાંથી જ ઓળખી શકાય છે. અને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં પણ એવું જ થઈ ગયું. 6 લોકો લૂંગી અને ટોપી પહેરીને ટ્રેન પર પત્થરમારો કરી રહ્યા હતા. પોલીસે તેમની ધરપકડ કરી તો ખબર પડી કે આ તો ભાજપના કાર્યકર્તાઓ છે.
આ અંગે મુર્શિદાબાદના એક પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અહીંના રાધામાધાબ્તાલા ગામના 6 લોકો ટ્રેન પર પથ્થર મારતા પકડાયા છે. આ લોકો સિઆલ્દાહ-લાલગોલા લાઈન પર આવેલ ટ્રાયલ એન્જીન પર પથ્થરો ફેંકી રહ્યા હતા. પોલીસે કહ્યું કે, તેમાંથી 21 વર્ષની વયનો અભિષેક સરકાર એ ભાજપનો લોકલ કાર્યકર્તા છે.
પોલીસ અધિકારી મુકેશે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પકડાયા બાદ આ લોકોએ કહ્યું કે તે લોકો પોતાની યુટ્યૂબ ચેનલ માટે વીડિયો શૂટ કરી રહ્યાં હતા. પણ જ્યારે તેમની વીડિયો ચેનલ માટે પ્રૂફ માગવામાં આવ્યું ત્યારે તેઓ કોઈ જવાબ દઈ શક્યા ન હતા.
ગામડાંના લોકોએ પણ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, અભિષેક ભાજપની ઘણી રેલીઓમાં જાય છે. આ સાથે જ ગામના એક સ્થાનિકે કહ્યું છે કે, અમે આ લોકોને રેલ્વે લાઈનની નજીક કપડાં બદલતા જોયા ત્યારે જ શંકા ગઈ હતી. અમે જાણીએ છીએ કે અભિષેક કુમાર પોતાની વિચારધારને લઈ કટીબંધ છે. તો અમે વિચાર્યું કે અમે તેનો સામનો કરીએ.
પોલીસે આ અંગે વધુ માહિતી આપી છે કે, બનાવના સ્થળે 7 જેટલા લોકો હતા. ગામના લોકોએ પકડવાની કોશિષ કરી પણ એક વ્યક્તિ ભાગી ગયો. સ્થાનિક ભાજપે પણ સ્વીકાર કર્યો છે કે અભિષેક તેમનો સદસ્ય છે. જો કે ભાજપના જિલ્લા પ્રમુખ ગૌરી શંકર ઘોષે એ વાત નકારી કાઢી છે અને કહ્યું છે કે, આવી કોઈ ઘટના અંગે અમે જાણતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.