સુરતમાં BRTS બસે પાલ RTO પાસે ગર્ભવતી મહિલાને અડફેટે લીધી

પાલ આરટીઓ પાસે બીઆરટીએસ બસ ચાલકે અનિતા સરવૈયા નામની સગર્ભા મહિલાને અડફેટે લેતા તે ઈજાગ્રસ્ત થઈ હતી અને બસ સાથે ભાગતા બસ ડ્રાઇવર ને લોકોએ…

પાલ આરટીઓ પાસે બીઆરટીએસ બસ ચાલકે અનિતા સરવૈયા નામની સગર્ભા મહિલાને અડફેટે લેતા તે ઈજાગ્રસ્ત થઈ હતી અને બસ સાથે ભાગતા બસ ડ્રાઇવર ને લોકોએ પકડી પાડ્યો હતો. બીઆરટીએસ બસના અકસ્માતના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અકસ્માતની ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

મુખ્ય તસ્વીર સાંકેતિક છે.

સગર્ભાને બંને પગ પર ઈજાઓ પહોંચી છે

મૂળ ભાવનગરના રહેવાસી અને સુરતમાં પાલ આરટીઓ નજીક નવનિર્મિત બ્રિજ પર અનિતા અર્જુન સરવૈયા પરિવાર સાથે રહે છે અને પાલ આરટીઓ નજીક જ રમકડા વેચી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે. અનિતાને સાત માસનો ગર્ભ છે. આજે સવારે 8 વાગ્યાના અરસામાં પાલ આરટીઓ નજીક બીઆરટીએસ બસના ચાલકે અડફેટે લીધી હતી. જેથી તેને બંને પગ પર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. મહિલાને અડેફેટે લેતા પરિવારજનો ત્યાં દોડી આવ્યા હતા. જોકે, ઇજાગ્રસ્ત મહિલાના પરિવારને બસ ડ્રાઇવરે બસમાંથી જ લાત મારી ધમકી આપતા ભારે હોબાળો થયો હતો. ત્યારબાદ બસ ડ્રાઈવર બસ લઈને ભાગવાનો પ્રયાસ કરતા ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો.

બીઆરટીએસ બસના વધતા અકસ્માતના પગલે લોકોમાં ભારે રોષ છે

બીઆરટીએસ બસના વધતા અકસ્માતના પગલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોએ જણાવ્યું હતું કે, હવે 7 માસની સગર્ભા મહિલાઓ પર આ બીઆરટીએસ બસના ડ્રાઇવરને દેખાતી નથી તો બસના મુસાફરોની સુરક્ષા સામે પણ પ્રશ્નો ઉભા થયા છે. હાલ તો પોલીસ દ્વારા ડ્રાઈવરને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં આત્યાર સુધી ૫૦ લીકોએ જીવ ગુમાવ્યા છે.

સુરતમાં 2013માં સીટી અને બીઆરટીએસ બસની સેવા શરૂ કરાઈ હતી. પાલિકાએ બસ સેવા શરૂ કરી ત્યારથી અત્યાર સુધીમાં 116 અકસ્માત થયાંનું નોંધાયું છે. આ અકસ્માતમાં 50 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *