કોંગ્રેસ મુક્ત ભારતનાં સપનાં જોનાર ભાજપ એક પછી એક રાજ્યમાંથી થઈ રહી છે બહાર

કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરતી ભારતીય જનતા પાર્ટી એક પછી એક રાજ્યોમાંથી બહાર થતી જાય છે. દેશમાં ભાજપાની હાજરી 71 ટકામાંથી 40 ટકા સુધી પહોંચી છે. ભાજપની સરકારો  ડિસેમ્બર 2017 સુધી દેશના 71 ટકા હિસ્સામાં હતી પણ પંજાબ,રાજસ્થાન,મધ્ય પ્રદેશ,છત્તીસગઢ બાદ મહારાષ્ટ્રમાંથી પણ સત્તા જવાથી ભારતના નકશામાંથી કેસરિયો ધીમે ધીમે ગાયબ થતો જાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 2014માં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરાયા પછી ભાજપાનો ખુબ વિકાસ થયો. ભાજપે 2014માં કેન્દ્રમાં સરકાર બનાવી અને પછી એક પછી એક રાજ્યોમાં તેનો વિસ્તાર થતો ગયો. સ્થિતિ એવી આવી ગઈ કે 2017 સુધીમાં ભારતના 71 ટકા ભાગમાં ભાજપ છવાઈ ગઈ હતી. ભાજપ અધ્યક્ષ અમિત શાહની રાજકીય રણનીતિનું આ પરિણામ હતુ. પણ ડીસેમ્બર 2017 પછી ભાજપનો સંકોચાવાનો દોર ચાલુ થયો અને નવેમ્બર 2019 સુધીમાં ભાજપની ટકાવારી ઘટીને 40 પર આવી ગઈ. ઈન્ડિયા ટુડેના ડેટા ઈન્ટેલીજન્સ યુનિટના મતે સમગ્રમાં દેશમાં 2017ની સરખામણીએ 2019માં ભાજપના નેતાઓનો જાદુ ઓસર્યો છે.

ભાજપનો જાદુ ઓસર્યો હોવાના અનેક ઉદાહરણો નજર સામે જ છે. લોકસભા ચુંટણીમાં ભાજપને ભલે અગાઉની ચુંટણી કરતા વધારે બેઠકો મળી હોય  પરંતુ ત્યારબાદની વિધાનસભા ચૂંટણીઓમાં સત્તા ગુમાવવી પડી. મહારાષ્ટ્રમાં ઉતાવળે સરકાર રચાવા જતા માત્ર 80 કલાકમાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને રાજીનામું આપવું પડ્યું.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણીમાં ભાજપે શિવસેના સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી જેમાં ભાજપને 122 માંથી 105 બેઠકો મળી. પરંતુ ભાજપ અને શિવસેના ગઠબંધનને સરકાર બનાવવા માટે જરૂરી આંકડા કરતા વધારે બેઠકો હતી. પરંતુ સત્તામાં ભાગીદારી મુદ્દે એકબીજા સામે નમતુ નહી જોખવાની વૃત્તિના કારણે ગઠબંધનના છૂટાછેડા થઈ ગયા. શિવસેનાથી દુર થયા પછી ભાજપે એનસીપી નેતા અજીત પવાર સાથે મળીને રાજયમાં સરકાર બનાવી લીધી. જો કે આ સરકાર 80 કલાકથી વધારે ન ચાલી. હવે મહારાષ્ટ્રમાં શિવસેના,એન.સી.પી. અને કોંગ્રેસની સરકાર બની.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *