વીટીવીના પૂર્વ એડિટર ઇસુદાન ગઢવી બે દિવસ અગાઉ જ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આજે તેઓ સુરત શહેરની મુલાકાતે આવ્યા છે. સુઅર્તમાં એન્ટ્રી થતાની સાથે જ તેઓ તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જેની સાથે ગોપાલ ઈટાલીયા પણ હતા અને તેમણે માસ્ક પણ પહેર્યું ન હતું. ઇસુદાન ગઢવીએ જણાવતા કહ્યું હતું કે, ગુજરાતમાં “આમ આદમી પાર્ટી” નો પાયો સુરતમાં નખાયો છે, જે હવે ગાંધીનગર સુધી જશે.
ઇસુદાન ગઢવીએ તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને લઇને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી અને સાથે તેઓએ એમ પણ કહ્યું કે મૃત્યુ પામેલા બાળકોને ન્યાય મળે તે માટે પ્રયાસો કરવામાં આવશે તેવું પણ કહ્યું છે. ઇસુદાન ગઢવીએ સાથે જણાવતા કહ્યું છે કે, સુરતમાં આમ આદમી પાર્ટી રાજકીય રીતે ખુબ જ સારી અને પ્રશસનીય શરૂઆત કરી છે.
આગામી સમયમાં સુરત શહેરના પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટે સતત સ્થાનિક નેતાઓની ટીમ અને અમે સૌ સાથે મળીને બનતા તમામ પ્રયાસો કરીશું. લોકોને અમારા પર જે વિશ્વાસ છે તે અમે ટકાવી રાખશું અને અમે અમારાથી થતા તમામ પ્રયત્નો કરીશું. ગુજરાતમાં “આમ આદમી પાર્ટી” નો પાયો સુરતમાં નખાયો છે, જે હવે ગાંધીનગર સુધી જશે.
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઇસુદાન ગઢવીનું ખુબ જ ઉત્સાહ સાથે સ્વાગત કર્યું હતું. આમ આદમી પાર્ટી સુરતના વિરોધ પક્ષ નેતા અને તેમજ તેમના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ ઇસુદાન ગઢવીને વધાવી લીધા હતા. ઇસુદાન ગઢવીના સમર્થકો તેમણે મળવા માટે પહોચ્યા હતા. અન્ય રાજકીય પક્ષ સાથે જોડાયેલા લોકો પણ તેમને મળવા માટે પહોચી આવ્યા હતા.
પત્રકાર તરીકેની કારકિર્દીને લીધે તેમની સાથે અનેક લોકો જોડાયેલા છે. બિનરાજકીય લોકો પણ તેમને મળવા માટે પહોચ્યા હતા. મળવા આવેલા લોકોએ તેમને રાજકારણમાં આવવા બદલ ખુબ શુભકામનાઓ પણ આપી હતી અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે પણ વિનંતી કરી હતી.
ઈસુદાનની સુરત મુલાકાતનો કાર્યક્રમ નીચે મુજબ છે:
- સવારે 11:00 વાગે સુરતમાં આગમન.
- સવારે 11:00 વાગે તક્ષશિલા અગ્નિકાંડના શહીદ બાળકોને શ્રદ્ધાંજલિ.
- સવારે 11:30 આમઆદમી પાર્ટી-સુરત સીમાડાનાકા કાર્યાલય ખાતે સ્વાગત..
- સવારે 11:30થી 1:30 સુધી કાર્યકર્તાઓ સાથે મીટિંગ.
- 4:00 વાગે આમ આદમી પાર્ટીના નગરસેવકોની સર્કિટ હાઉસ ખાતે સાથે મીટિંગ
- 5:00 વાગે સર્કિટ હાઉસ ખાતે પ્રેસ-કોન્ફરન્સ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.