ગઈકાલે સાંજે સુરતના કતારગામ વિસ્તારમાં સાત વર્ષ બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો હતો. મળતી માહિતી અનુસાર, સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી કથિત રીતે હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે આજે એકતરફ બાળકીનો પરિવાર આઘાતમાં છે અને બીજીબાજુ ચુંટણીનું પરિણામ જાહેર થતા લોકોમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે, ભાજપ ધારાસભ્ય વીનું મોરડિયાએ શોક જાહેર કર્યો અને કોઈ પણ પ્રકારની જીતની ખુશી ન મનાવવાની જાહેરાત કરી છે.
ચૂંટણીના પરિણામોથી સમગ્ર ગુજરાતમાં કેસરિયો લહેરાઈ રહ્યો છે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારના ભાજપ ઉમેદવાર વિનુ મોરડીયાએ જીતની ઉજવણી ન કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયથી પાટીના દરેક કાર્યકર્તાઓ ચોકી ઉઠ્યા હતા. કતારગામ ધારાસભ્ય વીનુ મોરડિયાએ આ નિર્ણય એટલા માટે લીધો હતો, કે ગઈકાલે રાત્રે તેમના જ એક વિસ્તારમાં સાત વર્ષીય એક બાળકીની હત્યા થઈ ગઈ હતી. જેના શોકમાં ચૂંટણી જીત્યા પછી પણ ઉજવણી ન કરીને આ દીકરીને શ્રદ્ધાંજલિ પાઠવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડીયાના આ નિર્ણયથી પાર્ટીના કાર્યકર્તા અને લોકોમાં સદભાવના ખીલી હતી. સાથે જ વિનુ મોરડીયાએ જણાવતા કહ્યું હતું કે, ‘કતારગામ વિસ્તારમાં થયેલા માસુમ બાળકીના નિધનથી હું શોકમગ્ન છું. ઈશ્વરને પ્રાર્થના કરું છું કે સદગતના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને આખા સહન કરવાની ભગવાન શક્તિ આપે.’
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વિનુ જણાવતા કહ્યું હતું કે, દીકરીને શ્રદ્ધાંજલિ પાઠવવા શોક રૂપે વિજય ઉત્સવ અને વિજય રેલી ન કરવી. સાથે જ દિવસ રાત પાર્ટી માટે દોડનારા કાર્યકર્તાઓએ પણ વિનુ મોરડીયાના આ નિર્ણયને શિરે લઈ વિજય ઉત્સવ કે કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરી માસુમ બાળકીને શ્રદ્ધાંજલિ આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.