ગુજરાત પર ફરી માવઠાનું સંકટ: જાણો ક્યારે અને ક્યાં ખાબકશે વરસાદ- આગાહીથી જગતનો તાત ચિંતામાં

ગુજરાત(Gujarat): દેશના કેટલાય રાજ્યોમાં હવામાન પલટાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. દેશના કેટલાય રાજ્યોમાં એપ્રિલ મહિનાની શરૂઆત ગરમીથી નહીં, પરંતુ વરસાદથી થઈ ચુકી છે.…

ગુજરાત(Gujarat): દેશના કેટલાય રાજ્યોમાં હવામાન પલટાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. દેશના કેટલાય રાજ્યોમાં એપ્રિલ મહિનાની શરૂઆત ગરમીથી નહીં, પરંતુ વરસાદથી થઈ ચુકી છે. ત્યારે હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા એપ્રિલમાં પણ કમોસમી કમઠાણની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવતા કહ્યું છે કે, વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં 4 અને 5 એપ્રિલના રોજ કમોસમી વરસાદ(Rain forecast) ખાબકી શકે છે.

મહત્વનું છે કે, હવામાન વિભાગ દ્વારા ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 4 અને 5 એપ્રિલના રોજ કમોસમી વરસાદ ખાબકી શકે છે.

હવામાન વિભાગ જણાવ્યા મુજબ, 4 એપ્રિલે કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે. 5 એપ્રિલે બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ વરસી શકે શકે છે. હવામાન વિભાગદ્વારા કમોસમી વરસાદની આગાહી કરતા જગતનો તાત મુશ્કેલીમાં મૂકાય ગયો છે.

જો વાત કરવામાં આવે તો આગામી 3 દિવસ બાદ ગરમીમાં વધારો થશે અને મોટાભાગના શહેરોમાં તાપમાન 35 ડિગ્રીથી વધુ નોંધાશે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હજુ પણ 2થી 4 ડિગ્રી તાપમાન વધવાની શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહીને કારણે ખેડૂતો ફરી ચિંતામાં મુકાય ગયા છે, ફરી એકવાર ભર ઉનાળે ચોમાસોનો માહોલ જોવા મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ રાજ્યના કેટલાક જિલ્લાઓના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો જેના કારણે પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. આમ ભરઉનાળે વરસાદ પડવાને કારણે ઘઉં સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. ત્યારે હવે ફરી વધુ એક વાર રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *