સુરત(Surat): ધ કાશ્મીર ફાઇલ્સ(The Kashmir Files) ફિલ્મને લઇને દેશભરમાં અઢળક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જેને લઇને હવે રાજકીય નેતાઓ અને બોલીવુડ અભિનેતાઓ પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી(AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) વિધાનસભામાં કાશ્મીરી પંડિત અને મૂવીને લઈને કેટલાક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હોવાનું સામે આવતા હવે વિધાનસભામાં અરવિંદ કેજરીવાલ દ્વારા આપવામાં આવેલ નિવેદનને લઈને હવે ભારતીય જનતા પાર્ટી(BJP) દ્વારા સુરતમાં વિરોધ નોંધવવામાં આવ્યા છે.
સુરત શહેરમાં ગઈ કાલે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા અરવિંદ કેજરીવાલનો વિરોધ નોંધવવામાં આવ્યો હતો. સુરતના સીમાડાનાકા પાસે આવેલ આમ આદમી પાર્ટી ના કાર્યાલય બહાર ભાજપ યુવા મોરચા દ્વારા અરવિંદ કેજરીવાલના પુતળા દહન કરી ઉગ્ર વિરોધ નોંધવવામાં આવ્યો હતો.
ભાજપના કાર્યકર્તાઓએ આક્ષેપ કરતા કહ્યું છે કે, અરવિંદ કેજરીવાલ હિન્દૂ કાશ્મીરી પંડિતો વિરુદ્ધ અભદ્ર અને અપમાન જનક નિવેદનો આપી રહ્યા છે. જેથી તેના દ્વારા આપવામાં આવેલ આ વિવાદાસ્પદ નિવેદન અંગે ભાજપ યુવા મોરચા દ્વારા કેજરીવાલના પુતળા દહન કરીને વિરોધ નોંધવવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પૂતળા દહન કર્યા પછી રામધુન પણ બોલાવવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.