BIG BREAKING: મસ્જિદમાં પ્રચંડ બોમ્બ બ્લાસ્ટ – મૌલવી સહિત 15 લોકોના મોત, 200 થી વધુ લોકો ઘાયલ

અફઘાનિસ્તાન (Afghanistan)ના હેરાત (Herat)ની ગુજરગાહ મસ્જિદ (Gujargah Masjid)માં શુક્રવારની નમાજ દરમિયાન વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં મસ્જિદના ઈમામ મુજીબ ઈમામ રહેમાન અન્સારીનું પણ મોત થયું છે. વિસ્ફોટમાં ઈમામ સહિત 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. જયારે 200 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. હેરાતના ગવર્નરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ(explosion) આત્મઘાતી હુમલાને કારણે થયો હતો. કહેવાય છે કે મસ્જિદની અંદર શુક્રવારની નમાજ દરમિયાન બ્લાસ્ટ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ અંગે હેરાત પોલીસના પ્રવક્તા મહમૂદ રસોલીએ જણાવ્યું હતું કે, મુજીબ રહેમાન અંસારી, તેના કેટલાક ગાર્ડ અને નાગરિકો સાથે મસ્જિદ જતા સમયે માર્યા ગયા હતા. મસ્જિદના ઈમામ તાલિબાનના સમર્થક હોવાનું કહેવાય છે. જુનના અંતમાં જૂથ દ્વારા આયોજિત હજારો વિદ્વાનો અને વડીલોની વિશાળ સભામાં મુજીબ રહેમાન અન્સારીએ તાલિબાનના બચાવમાં જોરદાર વાત કરી હતી.

તાલિબાનનું કહેવું છે કે, લગભગ એક વર્ષ પહેલા સત્તા સંભાળ્યા બાદ તેઓએ દેશમાં સુરક્ષામાં સુધારો કર્યો છે, પરંતુ તાજેતરના મહિનાઓમાં મસ્જિદોને નિશાન બનાવતા અનેક વિસ્ફોટો થયા છે. સંયુક્ત રાષ્ટ્રએ અફઘાનિસ્તાનમાં વધી રહેલા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અફઘાનિસ્તાનમાં આવા ઘણા બ્લાસ્ટ થઈ ચૂક્યા છે. આ વખતે જે વિસ્ફોટ થયો છે તેની તીવ્રતા ખૂબ જ ઝડપી કહેવામાં આવી રહી છે. હેરાતની મસ્જિદમાં થયેલા વિસ્ફોટની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને લીધી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *