ફટાકડાની ફેક્ટરીમાં થયો ધડાકાભેર વિસ્ફોટ, 6 લોકોના મોતથી હચમચી ઉઠ્યું બંગાળ

Published on Trishul News at 1:22 PM, Sun, 27 August 2023

Last modified on August 27th, 2023 at 1:22 PM

Blast in Cracker Factory West Bengal: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં 6 લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટના નીલગંજના જગન્નાથપુર વિસ્તારની છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, મૃતકોમાં ત્રણ બાળકો પણ સામેલ છે. વિસ્ફોટમાં(Blast in Cracker Factory West Bengal) ઘાયલ થયેલા ડઝનબંધ લોકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, રવિવારે સવારે થયેલા બ્લાસ્ટ બાદ છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ દતપુકુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટમાં છ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.

વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, 100 ઘરોમાં પડી ગઈ તિરાડો
જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટની તીવ્રતાના કારણે લગભગ 100 ઘરોમાં તિરાડો પડી ગઈ હતી. અનેક મકાનોની છત અને દિવાલોને પણ નુકસાન થયું છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી. વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100 ઘરોને નુકસાન થયું છે.

સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે કે આ ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી તૃણમૂલ કોંગ્રેસની મદદથી ચાલી રહી હતી. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. લોકોએ પોલીસ સામે જોરદાર વિરોધ કર્યો. સ્થાનિકોનો દાવો છે કે, બ્લાસ્ટને કારણે ઓછામાં ઓછા 15-20 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે.

Be the first to comment on "ફટાકડાની ફેક્ટરીમાં થયો ધડાકાભેર વિસ્ફોટ, 6 લોકોના મોતથી હચમચી ઉઠ્યું બંગાળ"

Leave a comment

Your email address will not be published.


*