સ્મશાન સુધી રહ્યો દોસ્તીનો સાથ: ટ્રોલી અને કારની ટક્કરમાં પડીકું વળી ગઈ કાર- એકસાથે 3 મિત્રોની અર્થી ઉઠતા હિબકે ચડ્યું આખું ગામ

3 friends died in an Accident in Punjab: પંજાબના ગુરદાસપુર હેઠળના બટાલા નજીકના નૌશેહરા મજ્જા સિંઘમાં એક ભયાનક માર્ગ અકસ્માત(Accident in Punjab)માં જાલંધરના ત્રણ મિત્રોના મોત થયા છે. અમૃતસર-પઠાણકોટ નેશનલ હાઈવે પર ટ્રોલી અને સ્વિફ્ટ કાર વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. અકસ્માત સમયે કારમાં 4 લોકો સવાર હતા. જેમાંથી 3 મિત્રોના મોત થયા છે, જયારે એકને ગંભીર ઇજા પહોંચી હતી. જે વાહનને અકસ્માત થયો તે જલંધરનું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કાગળના દુચ્ચાની જેમ કાર પડીકું વળી ગઈ હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. માત્ર એટલું જ જાણવા મળ્યું છે કે ત્રણેય જલંધરના છે.

કારના પતરાં ચીરીને બહાર કાઢવામાં આવ્યા મૃતદેહો
અકસ્માત એટલો ભયંકર હતો કે સ્વિફ્ટ કારના ટુકડા થઈ ગયા અને ખરાબ રીતે ક્રેશ થઈ ગઈ. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વાહનને કાપીને યુવકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણેય યુવાનોના મોતથી પરિવાર અને વિસ્તારમાં શોકનું વાતાવરણ છે. ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ગુરદાસપુરમાં રાખવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *